તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયાદિલ ડોક્ટર:વડોદરામાં પોતાનું ક્લિનિક બંધ કરી બાળરોગ નિષ્ણાત ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સેવા આપે છે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.રાહુલ થાનાવાલા - Divya Bhaskar
ડો.રાહુલ થાનાવાલા
  • પોતે વેઠેલી કેન્સરની પીડા કોરોનાના દર્દીને ન વેઠવી પડે એટલે સેવાની પહેલ

કેન્સર થયા બાદ પોતે વેઠલી પીડા અન્યોને ના વેઠવી પડે એટલે શહેરના 52 વર્ષના પીડિયાટ્રીશિયને ગોત્રી જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં સાત દિવસથી માનવ સેવા શરૂ કરી કછે. સામાન્ય રીતે કોરોના વોર્ડમાં કે કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવવી એ હાલમાં કપરી કામગીરી બની રહી છે. ત્યારે આ તબીબ સરકાર હોસ્પિટલમાં સ્વેચ્છાએ ફરજ બજાવી રહ્યાં છે. જેના માટે 2 પૈકીનું એક દવાખાનું બંધ કરી દીધુ છે.

નાગરિકોની મદદના આશયથી સેવા આપે છે
અકોટા અને માંજલપુરમાં ક્લિનિક ધરાવતા ડો. રાહુલ થાનાવાલા યુકેમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં સેટલ થયા હતા. ત્યાં તેમને બ્લડ કેન્સર થતાં 2005થી 2007 સુધી સારવાર કરાવી વડોદરા પરત આવ્યા હતા. પોતાને થયેલા બ્લડ કેન્સરની પીડાને યાદ કરી કોરોનામાં નાગરિકોની સેવા કરવાના આશયથી માનદ ફરજ બજાવવા તેમણે આરોગ્ય વિભાગનો સંપર્ક સાધ્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં સેવા આપવા માટે જણાવાતા છેલ્લા સાત દિવસથી તેઓ ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓને દવા આપવાની એમ્બ્યુલન્સમાં આવનાર દર્દી ને ક્યાં જવાનું ક્યા ટેસ્ટ કરાવવો. ઓક્સિજન લેવલ ચેક કરવું જેવી વિવિધ સેવાઓ આપી રહ્યા છે.

પ્રથમ કિસ્સો હોવાથી હોસ્પિટલે લખાણ લીધું
પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા સરકારી હોસ્પિટલમાં સેવા આપવાનો પ્રથમ કિસ્સો હોવાને પગલે હોસ્પિટલ સત્તાધીશો પણ ટેકનિકલ ગૂંચવણમાં મુકાયા હતા. આખરે હોસ્પિટલ દ્વારા કોઈપણ આશા વગર ડોક્ટર સેવા આપશે તેવું લખાણ લીધું હતું.

બે ડોક્ટરે સેવા આપવા રજૂઆત કરી છે
ગોત્રી હોસ્પિટલ માટે આઠ કલાકની ડ્યુટી કરી શકે તેવા ડોક્ટરોની જરૂર છે પરંતુ અમારી પાસે માત્ર વિઝિટ કરવા આવે તેવા ડોક્ટરો પૂછપરછ માટે આવે છે. હાલ બે ડોક્ટરો પૈકી એક માત્ર રાહુલ સેવા કરવા હાજર થયા હતા. - ડો. વિશાલા પંડ્યા, સુપ્રિટેન્ડન્ટ, ગોત્રી હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...