ધર્માંતરણ:ધર્માંતરણ મામલામાં સલાઉદ્દીનના ટ્રસ્ટના 15 કરતાં વધુ બેંક ખાતાંની ઘનિષ્ઠ તપાસ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી) - Divya Bhaskar
સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ(ડાબેથી)
  • 5 વર્ષમાં થયેલાં ટ્રાન્જેક્શનોની રકમનો ઉપયોગ ક્યાં ક્યાં કરાયો હતો, ચકાસણી શરૂ
  • દુબઇથી હવાલા મારફતે પણ 5 કરોડ મળી કુલ 24. 48 કરોડ ટ્રસ્ટમાં મેળવ્યા હોવાનું બહાર આવ્યું હતું

ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરનારા વડોદરાના સલાઉદ્દીન શેખના આફમી ટ્રસ્ટના 15થી વધુ બેંક ખાતાઓની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરુ કરાઇ છે. છેલ્લા 5 વર્ષમાં સલાઉદ્દીનના ટ્રસ્ટમાં થયેલા ટ્રાંજેકશનો તથા કોણે કોણે કેટલી રકમ ચેરીટી સ્વરુપે આપીહતી તથા તેનો ઉપયોગ કયાં કયા કરાયો હતો તે સહિતના મુદ્દા પર હાલ પોલીસ તપાસ ચાલી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર અને ભરુચ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ધર્માંતરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ આ મામલાની પણ તપાસ ચાલી રહી છે.

યુપીના ધર્માંતરણ મામલામાં યુપી પોલીસે પર્દાફાશ કરતાં ઉમર ગૌતમ અને તેને ફન્ડીગ કરનારાવડોદરાના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ સહિતના 6 આરોપીઓની ભુમિકા બહાર આવી હતી દરમિયાન વડોદરા પોલીસે પણ સલાઉદ્દીનના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના હિસાબો ચેક કરતાં ટ્રસ્ટના એફસીઆરએ એકાઉન્ટમાં 2017થી અત્યાર સુધી 19 કરોડ તથા દુબઇથી હવાલા મારફતે પણ 5 કરોડ ઉપરાંતની રકમ મળી કુલ 24. 48 કરોડ ટ્રસ્ટમાં મેળવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું જેથી પોલીસે આફમી ટ્રસ્ટના 15થી વધુ બેંક ખાતાઓની તપાસ પોલીસ દ્વારા શરુ કરાઇ છે.

આફમી ટ્રસ્ટને કોણે કોણે કેટલી રકમ ચેરીટી સ્વરુપે આપી હતી અને સલાઉદ્દીન દ્વારા તેનો કયાં કયાં ઉપયોગ કરાયો છે તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે સલાઉદ્દીન શેખે 5.91 કરોડ જેટલી રકમ ઉમર ગૌતમને ધર્માંતરણની પ્રવૃત્તિ કરવા તથા ગેરકાયદેસર રીતે ગુજરાત સહિતના અન્ય રાજયોમાં મસ્જીદો તૈયાર કરવા મોકલી હોવાનું બહાર આવ્યું હતું.

ધર્માંતરણ; ગુજરાત અને અન્ય રાજ્યોમાં 3 ટીમોની તપાસનો ધમધમાટ
સલાઉદ્દીન અને ઉમર ગૌતમના ગુજરાત ના વિવિધ શહેરો વડોદરા, ભરુચ, સુરત, છોટાઉદેપુર તથા મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં રહેલા સંપર્કો ની તપાસ શરુ કરી દેવાઇ છે. આ સંપર્કોની તપાસ માટે 3 ટીમ બનાવીને રવાના પણ કરી દેવાઇ છે. સલાઉદ્દીન અને ઉમર ગૌતમ કેટલા સમયથી ધર્માંતરણની પ્રવૃત્તી કરી રહ્યા હતા અને કોના કોના સંપર્કમાં હતા તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ ચાલી રહી છે.

પોલીસ લખનઉ પહોંચી
હાલ યુપીની જેલમાં રહેલા સલાઉદ્દીન અને ઉમર ગૌતમની ધરપકડ કરી ઉંડી તપાસ માટે વડોદરા પોલીસની એસઆઇટી દ્વારા ટ્રાન્સફર વોરન્ટ મેળવી એક ટીમ લખનૌ પહોંચી છે અને ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બંનેનો કબજો મેળવી વડોદરા લાવવામાં આવશે.

સલાઉદ્દીનની સાથે અન્યોની સંડોવણી છે કે કેમ તે ચકાસાશે
સલાઉદ્દીનને વડોદરા લવાયા બાદ તેની સાથે સંકળાયેલા કોઇ વ્યકતીઓની આ મામલામાં સંડોવણી છે કે કેમ તેની અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા વ્યકતીઓની સામે તપાસ કરાશે. ભુતકાળમાં પોલીસ ટ્રસ્ટ સાથે તથા સલાઉદ્દીનની નજીકની વ્યકતીઓની પુછપરછ કરી ચુકી છે .

તોડી નખાયેલી પેનડ્રાઇવમાં અગત્યના દસ્તાવેજોની શંકા
સલાઉદ્દીનની સાથે રહેલા તેના સાથીદારોની પુછપરછ કરાઇ હતી પણતે વખતે એક પેનડ્રાઇવ તોડી નંખાઇ હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું, પોલીસે આશંકા વ્યકત કરી હતી કે તોડી નખાયેલી પેન ડ્રાઇવમાં અગત્યના દસ્તાવેજો હોઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...