તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1 જાન્યુઆરીથી દેશના તમામ ટોલનાકા પર વન નેશન વન ફાસ્ટેગ હેઠળ કેશમાં ટોલ લેવાનું બંધ કરાશે. ત્યારે અમદાવાદ વડોદરા અેકસપ્રેસ વેના ટોલનાકા પર દિવસમાં એક વખત 20 મિનિટ માટે કેશલેન બંધ કરી ટ્રાયલ શરૂ કરાયો છે. આ સમય દરમિયાન રોકડમાં ટોલ ભરનાર વાહનચાલકને અટકાવીને ફાસ્ટ્રેક લેવા માટે સમજાવવામાં આવી રહ્યાં છે.
જેને પગલે 40 જેટલા વાહનચાલકો વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે ઉપર ફાસ્ટેટ કઢાવવા સહમત થાય છે. ટોલનાકાના સત્તાધીશો મુજબ એક્સપ્રેસ-વે પર 10 ટકા લોકો કેશમાં ટોલ ભરે છે. આગામી 31 ડિસેમ્બરની મધ્યરાત્રિથી ફરજિયાત ફાસ્ટેગ થતા કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે.
એપ્રિલથી ફાસ્ટેગથી પેટ્રોલ પણ ભરાવી શકાશે
આગામી એપ્રિલ મહિનાથી ફાસ્ટેગ માંથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે. ટોલનાકાના સત્તાધીશો મુજબ ફાસ્ટેગ એ એક પ્રકારનું ઈ- વોલેટ છે. એક તારીખથી ફાસ્ટેગ ફરજિયાત થતો હોવાને પગલે બેન્કો દ્વારા તેમના એકાઉન્ટ હોલ્ડરને એસએમએસ કરી ફાસ્ટેગ તેમને ત્યાં ઉપલબ્ધ હોવાનું જણાવે છે.
વાસદ પાસેના ગામ લોકો માટે માસિક પાસ
વાસદ ટોલ નાકાથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં રહેતા અંદાજે સાત જેટલા ગામના 1000 વાહનોને હવે ફ્રી સુવિધા નહીં મળે, મહિને રૂા.275નો પાસ કઢાવો પડશે.
કરજણવાસીઓ માટે રૂા. 300નો પાસ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 31મી રાતથી વાહન ચાલકો ફાસ્ટ ટેગ વગર લાઈનમાં પ્રવેશ કરશે તો ડબલ ચાર્જ વસૂલ કરી ફાસ્ટેગ અપાશે. ટોલનાકાના સત્તાધીશો દ્વારા અત્યારથી જ ટોલનાકા પહેલાં માણસો મૂકવામાં આવ્યા છે, જે વાહન ચાલકોને ટોલ બૂથ પર જતાં અટકાવી પરત મોકલે છે. સંચાલકો મુજબ ટ્રાફિકજામ થવાની શક્યતાને પગલે અમે અત્યારથી જ તકેદારી રાખી રહ્યા છે. કરજણ પાસે આવેલા ટોલનાકા પર માત્ર કરજણના નાગરિકોને ફ્રી સુવિધા આપવામાં આવતી હતી, પરંતુ તેમને હવે અંદાજે રૂા.300નો મંથલી પાસ કઢાવવો પડશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.