તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરાયું
  • શિક્ષણમંત્રીએ સુમનદીપમાંથી ટેન્કરનું પ્રસ્થાન કરાવતાં ચર્ચાનો વિષય

વિશ્વ પર્યાવરણ દિને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા શહેર અને જિલ્લાની મુલાકાતે હતાં તેમને વિવિધ સ્થળે વૃક્ષારોપણ ઉપરાંત વાઘોડિયાની વિવાદી સુમનદિપ વિદ્યાપીઠ ખાતેથી ઓક્સિજન ટેન્કને તેલંગાના રવાના કરવા ફ્લેગઓફ કરાવતા ચર્ચાનો વિષય બન્યું હતું. કોરોનામાં ઓક્સિજનની તાતી જરૂર ઉભી થતા લોકોએ સેવ ટ્રી,સેવ અર્થ અને સેવ લાઈફના સૂત્રને અપનાવું જરૂરી બન્યું હોવાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ક્લાઈમેંટ ચેન્જ વિભાગ શરૂ કરાયો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021ને યુએન દ્વારા ‘ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન’ જાહેર કરાયું છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સવારે 9:30 કલાકે વનવિભાગના સહયોગથી રાજીવનગર અર્બન ફોરેસ્ટ, ખોડીયાર નગર, સમા તળાવ તેમજ મહાનગર પાલિકાના એસટીપી ટેરેસ પર વૃક્ષારોપણ કરાયું હતું. ​​​​​​​ભાજપ કિસાન મોરચા દ્વારા સમા તળાવ પાસે મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં વૉર્ડ 3ના કરસન ભરવાડે ભાજપના મહિલા કોર્પોરેટર છાયા ખરાદી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ગટર ઉભરાતી હોય અને ચાર ઢાંકણા નાખવાના હોય તો પણ તે નાખવામાં આવતા નથી અને નવી નગરીની તમે હાલત જોવા જાવ શું થઇ છે.

CMના કાર્યક્રમમાં હાજરી આપવા સયાજીનગર ગૃહનો કાર્યક્રમ 15 મિનિટમાં આટોપી લેવાયો
ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો શનિવારે સવારથી શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. ત્યાર બાદ સવારે 10:40 થી 11:30 સુધી સર સયાજીરાવ નગરગૃહ ખાતે કાર્યક્રમ બાદ 11:30થી મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો. મંત્રી સવારે 11:20 વાગે સરસયાજીનગર ગૃહ પહોંચતા તેમને માત્ર 15 મિનિટમાં કાર્યક્રમ આટોપી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...