મોડ મોડે તંત્ર જાગ્યું:માંજલપુરના બગીચામાં બાંધેલા પશુઓને હટાવી સાફ સફાઇ શરૂ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે બગીચાના દરવાજા લોકો માટે ખુલશે
  • આજે પશુમાલિકોને ઢોરવાડો દૂર કરવા નોટિસ આપશે

માજલપુર જેવા ભદ્ર વિસ્તારમાં પાલિકાએ બનાવેલા બગીચામાં પશુપાલકોએ અડીંગો જમાવ્યો હોવાનો દિવ્ય ભાસ્કર અહેવાલ પ્રસિદ્ધ કરતા પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. બુધવારે પાલિકાની પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા તેમજ વોર્ડ ઓફિસરની ટીમે સ્થળ મુલાકાત લઇ પ્લોટમાંથી બાંધેલા પશુઓને દૂર કરી સાફ-સફાઈ શરૂ કરાવી હતી.

માંજલપુરમાં વનલીલા સોસાયટી પાસેના પ્લોટમાં પાલિકાએ વર્ષો અગાઉ બનાવેલા બગીચામાં નજીકમાં રહેતા પશુપાલકોએ તેનો ઢોરવાડા તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. તદુપરાંત પ્લોટની આસપાસ પશુઓને રાખવામાં આવતા હોવાથી આસપાસ રહેતા લોકોને ભારે પરેશાની ભોગવવી પડતી હતી. બુધવારે વહેલી સવારે વોર્ડ નંબર 18 ના વોર્ડ ઓફિસર અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તેઓએ પ્લોટમાંથી બાંધેલા પશુઓને બહાર કાઢી પ્લોટને ઢોર મુક્ત બનાવ્યો હતો.અને સાફ-સફાઈ શરૂ કરાવી હતી.

બગીચાની જાળવણી થશેે
વોર્ડ ઓફિસર મહેશ રબારી જણાવ્યું હતું કે પ્લોટને ઢોરમુક્ત બનાવ્યો છે અને ગુરુવારે ઢોરવાડો દૂર કરવા માટે પશુ માલિકોને નોટિસ અપાશે. બીજી તરફ પાર્ક્સ એન્ડ ગાર્ડનના ગૌરવ પંચાલે જણાવ્યું હતું તે પ્લોટની સાફ-સફાઈ શરૂ કરી છે. સાફ સફાઇ બાદ સિકયુરીટી મૂકવા સાથે બગીચાની જાળવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...