કામગીરી:20થી 23 જાન્યુઆરી દરમિયાન કેનાલ ઓફટેક ખાતે કલેક્ટીંગ સ્ટોરેજ સમ્પની સાફ સફાઇ હાથ ધરાશે, ગુતાલ મુખ્ય હેડ વર્કસથી પાણી મેળવતાં સ્થળોએ અંશતઃ પાણી પુરવઠો બંધ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નર્મદા કેનાલ આધારિત વાઘોડીયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાના વડોદરા બ્રાન્ચ કેનાલ ઓફટેક ખાતેના કલેકટીંગ સ્ટોરેજ સમ્પમાં કાદવ/કચરો જમા થયો છે, ગુતાલ મુખ્ય હેડ વર્કસ માટેની પમ્પીંગ મશીનરી જામ થઇ ગઇ છે. આ મશીનરી શરુ કરવા માટે વડોદરા બ્રાન્ચ કેનાલ ઓફટેક ખાતેના કલેકટીંગ સ્ટોરેજ સમ્પની સાફ સફાઇ કરવામાં આવી રહી છે. આ સાફસફાઇ માટે 20 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી વડોદરા બ્રાન્ચ કેનાલમાંથી લેવામાં આવતો પાણી પુરવઠો બંધ રહેશે.

વડોદરા બ્રાન્ચ કેનાલ ઓફટેકથી વાઘોડીયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાના ગુતાલ મુખ્ય હેડ વર્કસ અને ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાનો પાણી પુરવઠો આપવામાં આવે છે. કેનાલ ઓફટેક ખાતેના કલેકટીંગ સ્ટોરેજ સમ્પની સાફ સફાઇ કરવા અંગેની કામગીરી હાથ ધરવાની થતી હોવાથી ગુતાલ મુખ્ય હેડ વર્કસથી પાણી મેળવતાં કુલ 36 ગામો (પરા સહિત) તથા 16 નર્મદા વસાહતનો તેમજ ડભોઇ જૂથ પાણી પુરવઠા યોજનાના 88 ગામોનો અંશતઃ પાણી પુરવઠો બંધ રહેશે, તેની સંબંધિતોને નોંધ લેવા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, વડોદરાના કાર્યપાલક ઇજનેરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...