વિદ્યાર્થિની ગર્ભવતી બનતાં ભાંડો ફૂટ્યો:વડોદરાની ખાનગી સ્કૂલમાં ભણતી સગીરા સાથે ક્લાસમેટે જ દુષ્કર્મ આચર્યું, વિદ્યાર્થીની અટકાયત

વડોદરા17 દિવસ પહેલા

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ધો.10માં તેની સાથે ભણી ચૂકેલા વિદ્યાર્થીએ પ્રેમના પાઠ ભણાવી દુષ્કર્મ આચર્યું હતું. એક કરતાં વધુ વખત દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. પોલીસે વિદ્યાર્થી સામે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરિયાદના આધારે વિદ્યાર્થીની અટકાયત કરીને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવે સ્કૂલમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

વિદ્યાર્થિનીને 5 માસનો ગર્ભ છે
બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિી અને આરોપી બંને ધો.10માં સાથે ભણતા હતા. વિદ્યાર્થિનીને હાલ 5 માસનો ગર્ભ છે. તેની તબીબી તપાસ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીનો કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

મિત્રતા નિર્દોષ પ્રેમમાં પરિણમી
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો 19 વર્ષીય અલ્પેશ પરમાર પોતાના વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ધો.10માં પોતાની સ્કૂલમાં જ અભ્યાસ કરતી 17 વર્ષીય દિયા (નામ બદલ્યું છે) સાથે મિત્રતા બંધાઈ હતી. રોજ સ્કૂલમાં મળતા હોવાથી અલ્પેશ અને દિયાની મિત્રતા ઘનિષ્ઠ બની હતી અને સમય જતાં બંને વચ્ચેની મિત્રતા નિર્દોષ પ્રેમમાં પરિણમી હતી.

બાપોદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ.
બાપોદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ.

પરિવારજનો ચોંકી ઊઠ્યા
ઓગસ્ટ-2022માં અલ્પેશ પરમાર દિયાને પ્રેમના પાઠ ભણાવી તેનું અપહરણ કરીને આજવા રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના એક અવવારૂ મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેને દિયાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અલ્પેશ પરમારના દુષ્કર્મનો ભોગ બનેલી દિયા ગર્ભવતી બની ગઈ હતી. દરમિયાન દિયા ગર્ભવતી બની જતાં તે ગભરાઈ ગઇ હતી અને આ અંગેની જાણ પરિવારને કરતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.

વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
વિદ્યાર્થિની ગર્ભવતી થઈ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આરોપીની અટકાયત
દરમિયાન પરિવારજનોની મદદ લઈને દિયા બાપોદ પોલીસ મથકમાં પહોંચી હતી અને ઓગસ્ટ-2022માં અપહરણ કરીને આજવા રોડ ઉપરના હાઉસિંગ બોર્ડના અવાવરૂ મકાનમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર સહપાઠી અલ્પેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દિયાએ ગર્ભવતી બની ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. બાપોદ પોલીસે ફરિયાદના આધારે અલ્પેશ પરમાર વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ અલ્પેશ પરમારની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે દુષ્કર્મના આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે દુષ્કર્મના આરોપી વિદ્યાર્થીની અટકાયત કરી.

પીઆઇ દ્વારા તપાસ શરૂ
પૂર્વ વિસ્તારની સ્કૂલની આ ઘટનાએ સ્કૂલમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. એ સાથે આ બનાવે ભોગ બનેલી કિશોરી અને આરોપીના વિસ્તારમાં પણ ભારે ચકચાર જગાવી મૂકી છે. આ સમગ્ર ઘટનાની તપાસ બાપોદ પોલીસ મથકના પી.આઇ. પી.પી. વાઘેલા કરી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે એવી શક્યતા છે.

બાપોદ પોલીસે ફરિયાદના આધારે અલ્પેશ પરમાર વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.
બાપોદ પોલીસે ફરિયાદના આધારે અલ્પેશ પરમાર વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.

અગાઉ M.comની વિદ્યાર્થિની પર CAના વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું
6 મહિના પહેલાં જ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની એમ.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી પ્રીતિ (નામ બદલ્યુ છે)એ CAનો અભ્યાસ કરતા પ્રેમી સર્ફરાજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી. કરજણ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

6 મહિના પહેલાં કરજણમાં M.comની વિદ્યાર્થિની પર CAના વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું.
6 મહિના પહેલાં કરજણમાં M.comની વિદ્યાર્થિની પર CAના વિદ્યાર્થીએ દુષ્કર્મ આચર્યું હતું.

કોલેજમાં યુવાન અને યુવતી પ્રેમમાં પડ્યાં હતાં
યુવતી અને યુવાન કોલેજકાળ દરમિયાન સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. મે-2022 દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઇ હતી. એ દરમિયાન સર્ફરાજે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતીએ સર્ફરાજ સામે કરજણ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સર્ફરાજ પ્રીતિને માર્ચ માસમાં અને મે-2022 માસમાં અલગ-અલગ બે વખત ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને ફોટા વાઇરલ કરવાની અવારનવાર ધમકી આપી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.

સરપંચના પુત્રે દુષ્કર્મ આચરતાં સગીરા માતા બની હતી
4 મહિના પહેલાં પણ દુષ્કર્મની એક ઘટના સામે આવી હતી, જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં કોલેજિયન વિદ્યાર્થી એવા સરપંચના પુત્રના દુષ્કર્મનો ભોગ બનેલી સગીર વિદ્યાર્થિનીએ વાઘોડિયા તાલુકાની હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વાઘોડિયા તાલુકામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે સગીરાને માતા બનાવનાર વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગર્ભવતી બન્યા બાદ પણ વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી.

અગાઉ વાઘોડિયામાં સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું હતું.
અગાઉ વાઘોડિયામાં સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું હતું.

આરોપી મિકેનિકલ એન્જિનિયરના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે
આ બનાવની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકામાં રહેતી 15 વર્ષની જાગૃતિ (નામ બદલ્યું છે) હાલ ધોરણ-11માં અભ્યાસ કરે છે. જાગૃતિને નવા આજવા ગામના સરપંચના પુત્ર અને હાલ વાઘોડિયા તાલુકામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદભાઇ વસાવા (ઉં.વ.19) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નવ માસ પૂર્વે જાગૃતિ અને વિશાલ ગામની સીમમાં મળ્યાં હતાં. ત્યાં વિશાલે જાગૃતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. માતા બનનાર જાગૃતિ સગીર હોવાથી અને દુષ્કર્મનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વિનોદભાઇ વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...