યુનિવર્સિટીનો નિર્ણય:બીકોમ ઓનર્સમાં કોર્સ પૂરો ન થતાં 31મે સુધી વર્ગો ચલાવાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી -  ફાઈલ તસવીર - Divya Bhaskar
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી - ફાઈલ તસવીર
  • પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના ક્લાસ ઓનલાઇન લેવાશે
  • વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું વેકેશન બગડવાનો વારો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બીકોમ ઓનર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ પૂરો ન થતાં 31 મે સુધી ઓનલાઇન વર્ગો ચલાવાશે. વેકેશન શરૂ થતાં પહેલાં સુધી ઓફલાઇન વર્ગો ચલાવાયા હતા, હવે ઓનલાઇન મો૰ડથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. 300 જેટલા વિદ્યાર્થીઓ એફવાયમાં અભ્યાસ કરે છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીયુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સંચાલિત બીકોમ ઓનર્સમાં પ્રથમ વર્ષના બીજા સેમિસ્ટરમાં અભ્યાસક્રમ પૂરો થયો ન હોવાથી 31 મે સુધી ઓનલાઇન વર્ગો ચલાવવાનો નિર્ણય કરાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું વેકેશન બગડવાનો વારો આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં સત્ર મોડું શરૂ થયું છે ત્યારે મોટાભાગના અભ્યાસક્રમોમાં મોડુ થઇ રહ્યું છે.

વેકેશન હોવા પડ્યું હોવા છતાં પણ કોમર્સમાં પરીક્ષા ચાલુ છે તેમજ અભ્યાસક્રમ બાકી છે. કોરોનાને પગલે 2 વર્ષથી યુનિવર્સિટીનું શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ ગયું છે. જેમાં સૌથી વધારે અસર કોમર્સ ફેકલ્ટીને પડી છે. કોમર્સના મિસ મેનેજમેન્ટના પગલે વિદ્યાર્થીઓ સતત અટવાયા છે. કોમર્સ ફેકલ્ટી સંચાલિત બીકોમ ઓનર્સમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને 31 મે સુધી ઓનલાઇન અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.

કોલેજમાં વેકેશન પડ્યું ન હતું ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ઓફલાઇન અભ્યાસ કર્યો હતો, જોકે હવે વેકેશન શરૂ થયું ત્યારે ઓનલાઇન મોડથી અભ્યાસ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકોને પણ 31 મે સુધી ઓનલાઇન ટીચિંગ આપવું પડશે.

અભ્યાસક્રમ પૂરો કરવા માટે બીકોમ ઓનર્સમાં ઓનલાઇન મોડ કરાશે
તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઇન મોડથી ચાલી રહ્યું છે. કોઇ પણ જગ્યાએ ઓનલાઇન મોડથી અભ્યાસ થઇ રહ્યો નથી. જ્યારે અભ્યાસક્રમ પૂરો કરવા માટે બીકોમ ઓનર્સમાં ઓનલાઇન મોડથી અભ્યાસ કરાવાશે.

અભ્યાસક્રમ થોડો જ બાકી છે, જૂનમાં પરીક્ષા લેવાની છે
થોડો અભ્યાસક્રમ બાકી છે, જે વહેલો જ પૂરો થશે. જૂનમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે, જેથી અભ્યાસક્રમ પતાવવો જરૂરી છે. અગાઉ અમે એકસ્ટ્રા લેક્ચર લીધાં હતાં. - જે.કે. પંડ્યા, કો-ઓર્ડિનેટર, કોમર્સ

અન્ય સમાચારો પણ છે...