વિવાદ:રણછોડજીના વરઘોડામાં DJ અને રૂટ મુદ્દે પોલીસ-ભક્તો વચ્ચે ઘર્ષણ

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રણછોડરાયજીના વરઘોડામાં પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થતાં શહેર ભાજપ પ્રમુખ દોડી ગયા હતા. જયાં ભકતોએ ઉગ્ર રજુઆત કરી હતી. જો કે ડો. વિજય શાહની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો. - Divya Bhaskar
રણછોડરાયજીના વરઘોડામાં પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થતાં શહેર ભાજપ પ્રમુખ દોડી ગયા હતા. જયાં ભકતોએ ઉગ્ર રજુઆત કરી હતી. જો કે ડો. વિજય શાહની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો હતો.
  • વરઘોડો સાંજે 7 વાગે પથ્થરગેટ પાસે પહોંચ્યા બાદ ચકમક ઝરી
  • ઘટનાને પગલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે મધ્યસ્થી કરાવી

દેવઊઠી એકાદશીના રોજ મદનઝાંપા રોડ પરથી નીકળેલા રણછોડરાયજી ભગવાનના વરઘોડામાં ડીજે વગાડવા તેમજ રૂટ બદલવા માટે પથ્થરગેટ ખાતે પોલીસ અને ભક્તો વચ્ચે ચકમક સર્જાઈ હતી. વરઘોડાનું પ્રસ્થાન કરાવનાર શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ ઘર્ષણની જાણ થતાં પથ્થરગેટ દોડી જઈ મામલો થાડે પાડ્યો હતો. મદનઝાંપા રોડ બકરાવાડી નાકે ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે. છેલ્લાં 52 વર્ષથી દેવઊઠી એકાદશીએ ભગવાન રણછોડરાયજીની પાલખી યાત્રા નીકળી મદનઝાંપા રોડ પર આવેલી નાની તંબોડી વાડ ખાતે પહોંચે છે. જ્યાં રણછોડરાયજીનું તુલસીજી સાથે લગ્ન થાય છે.

દેવઊઠી એકાદશીના રોજ સાંજે રણછોડરાયજીના વરઘોડાનું પ્રસ્થાન શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કરાવ્યું હતું. વરઘોડો સાંજે 7 વાગે પથ્થરગેટ પહોંચતા ડીજે વગાડવા, રૂટ બદલવા તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા મામલે પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણની જાણ થતાં ડો.વિજય શાહે પથ્થરગેટ પહોંચીને ભક્તો અને પોલીસ વચ્ચે મધ્યસ્થી કરાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને લોકો વરઘોડામાં ભાગ લે તેવી વાત જણાવી હતી. વરઘોડાના આયોજકોએ પણ સહકાર આપ્યો છે. લોકો પોતાની રીતે વરઘોડામાં જોડાય છે. આ વરઘોડો છેલ્લાં 52 વર્ષથી નીકળે છે. તંબોળી પોળ ખાતે વરઘોડો પહોંચતાં ત્યાં તુલસીજી સાથે તેમના વિવાહ યોજાશે. પોલીસે વરઘોડો અટકાવ્યો નથી, પરંતુ રૂટ બદલવા જણાવ્યું હતું. પાલખી લોકો ઊંચકીને જ જઈ રહ્યા છે તેને વાહનમાં ન લઈ જવાય. આખરે મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...