આરોપ:વ્યાજખોર રાજકીય પક્ષમાં હોવાથી પોલીસ તપાસ ધીમી હોવાનો દાવો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનીને ઝેર પીવા મજબૂર કરનાર સામેના પુરાવા કમિશનરને અપાયા
  • વ્યાજખોરે​​​​​​​ 2 કરોડની દુકાન પડાવી લેતાં સોનીએ ઝેર પીધું હતું

વ્યાજખોર દ્વારા 2 કરોડની દુકાન પડાવી લેવાના મામલામાં ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનાર સોનીના પરીવારજનોએ વ્યાજખોરની ધમકી સહિતના મેસેજ અને 2 કરોડ આપવાના વાયદાના મેસેજ સહિતના પુરાવા સાથે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં વ્યાજખોર એક રાજકીય પક્ષનો કાર્યકર હોવાથી સિટી પોલીસ મથક યોગ્ય તપાસ નહીં કરી રહી હોવાના આરોપ લગાવાયા છે. ફતેપુરા પોલીસ ચોકી સામે રહેતા અને 15 વર્ષથી 2200 સ્કે. ફૂટની મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા નંદકિશોર સોની વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા.

તેમણે આજવા રોડ પર રહેતા દિપ્તેશ રમેશભાઈ ચૌહાણ પાસેથી 10 વર્ષ અગાઉ 40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 80 લાખ ચૂકવી દીધા હતા.કોરોનાકાળમાં ધંધો ન થતાં નંદકિશોરભાઈએ પોતાની સોના-ચાંદીની દુકાનની 2 કરોડ કિંમત આંકી અખબારમાં વેચાણ માટે જાહેરાત આપી હતી. આ કિંમતે વ્યાજખોર દિપ્તેશ ચૌહાણે દુકાનનો દસ્તાવેજ કરાવી મામાના દીકરા રાજન રાજપૂત અને રામ પ્રસાદ રાજપૂતના નામે દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદમાં કોઈ રૂપિયા નહિ મળે કહેતાં નંદકિશોરભાઈએ ઝેરી દવા પી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...