એમ.એસ.યુનિવર્સિટી વડી કચેરી ખાતે પીએફના અધિકારીઓ તપાસ કરી હતી. યુનિવર્સિટીના હંગામી કર્માચારીઓના 3.74 કરોડ કરતાં વધુ રકમની રીકવરી કરવામાં આવે તેવી શકયતા છે. સેનેટ સભ્ય દ્વારા પ્રોવીડંડ ફંડની કચેરી ખાતે ફરીયાદ કરી હોવાથી પીએફના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. યુનિ.એ 645 કર્મચારીઓના પીએફ કાપતા હોવાનું જણાવ્યું હતું.
હંગામી કર્મચારીઓના પીએફમાં ગેરરરીતી થતી હોવાના આક્ષેપો સાથે સેનેટ સભ્ય કપીલ જોશીએ પ્રોવિડંડ ફંડની કચેરી ખાતે ફરીયાદ કરી હતી. જેના પગલે પીએફ ઓફીસથી એનફોરસમેન્ટ ઓફીસરે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે તપાસ હાથ ધરી હતી. સેનેટ સભ્ય કપીલ જોશીએ જણાવ્યું હતું કે પીએફ ઓફીસના અધિકારીઓએ મેં ફરીયાદ કરી હોવાથી મને પણ બોલાવ્યો હતો. તેમના દ્વારા પગાર શીટના રજીસ્ટ્રારની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2017થી નવેમ્બર 2019 સુધીની તપાસ કરતાં 3.74 કરોડ કરતાં વધુ રકમ ભરવાની થાય છે.
મેં પીએફ કચેરીને રજૂઆતો કરી હતી કે નિયમ પ્રમાણે પીએફની કપાત કરવામાં આવી રહી નથી. યુનિવેર્સિટી દ્વારા 1190 જેટલા કર્મચારીઓના નામ આપવા માં આવ્યા તેમાથી 645 જેટલા કર્મચારીનું પીએફ કાપ્યું છે, પણ હજુ આ આકડો 1000 સુધી જઇ શકે તેમ છે.
પીએફ ઓફીસના અધિકારીઓ દ્વારા હીયરીંગ માટે એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોને બોલાવવામાં આવ્યા હતા. જોકે સત્તાધીશો યેન કેન પ્રકારે હાજર રહેતા ન હતા કામદારોના હિતનો પ્રશ્ન હોઈને છેવટે સ્થળ તપાસ માટે અધિકારી ફરિયાદને ગંભીરતાથી લઈને ઇન્સ્પેક્શન કરવા આવ્યા હતા. સેંકડો કર્મચારીઓ પોતાની યુવાની આ સંસ્થામાં આપી નિવૃત્ત થયા છતાં પીએફના લાભો મળ્યા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.