શક્તિ પ્રદર્શન:દાવેદારો દોડ્યા,કોંગી પ્રભારીએ કહ્યું‘હું તો તમને મળવા આવી છું’

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ કાર્યાલય ખાતે બુધવારે વડોદરા ના પ્રભારી ડો. અમી યાજ્ઞીકે કાર્યકરો સાથે બેઠક કરી હતી. - Divya Bhaskar
કોંગ્રેસ કાર્યાલય ખાતે બુધવારે વડોદરા ના પ્રભારી ડો. અમી યાજ્ઞીકે કાર્યકરો સાથે બેઠક કરી હતી.
  • કોઈની પ્રમુખ માટે તો કોઈની વિધાનસભા માટે દાવેદારી
  • જૂના​​​​​​​ જોગીથી લઈને યુવા કાર્યકરો ટેકેદારો સાથે પહોંચ્યા

વિધાનસભાની દાવેદારી કરવા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખનો તાજ પહેરવા થનગની રહેલા ઉમેદવારોએ કોંગ્રેસ કાર્યાલયમાં વડોદરાના પ્રભારી પાસે શક્તિ પ્રદર્શન સાથે દાવેદારી નોંધાવી હતી જોકે વડોદરાના પ્રભારી એવા સાંસદે હું તો વડોદરાના કોંગ્રેસના કાર્યકરોને મળવા આવી છું અને પરિચય કેળવવા આવી છું એવી સ્પષ્ટ વાત મૂકી હતી. વડોદરાના કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો અમી યાજ્ઞિક બુધવારે વડોદરા આવ્યા હતા અને તેને લઈને સવારથી કોંગ્રેસના કાર્યાલયમાં ધમધમાટ જોવા મળ્યો હતો. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 10:30 વાગ્યાથી કોંગી કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.

આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ટિકિટ વાંચ્છુઓએ વડોદરાના પ્રભારી પાસે પોતાનો દાવો રજૂ કરવા લોબિંગ કરાવ્યું હતું. બુધવારે સવારે થી લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના જૂના જોગીઓ થી લઈને યુવા કાર્યકરો પોતાના ટેકેદારો સાથે આવી પહોંચ્યા હતા અને કેટલાકે તો બાયોડેટા તૈયાર રાખ્યા હતા અને તેની નકલ સાંસદ અમી યાજ્ઞિક ને આપીને પ્રમુખ પદે બેસવાની તૈયારી બતાવી હતી તો કેટલાક કોર્પોરેટરોએ કોર્પોરેટર તરીકે સિનિયોરીટી છે તો હવે વિધાનસભાની ટિકિટ આપવી જોઇએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...