મ્યૂઝિકલ વીડિયો:શહેરના યુવકે કીર્તિદાન ગઢવી સાથે ‘રમવા આવો માડી’ શિર્ષક હેઠળ ડાકલાનો વીડિયો બનાવ્યો

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો ઘરે રહીને માતાજીની આરાધના કરે તેવો ઉદ્દેશ્ય

કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વકરી રહ્યું છે, જેને કારણે આ વર્ષે લોકો ભેગા મળીને એકબીજા સાથે નવરાત્રીનો આનંદ નથી લઈ શક્યા ત્યારે શહેરના સમા વિસ્તારમાં રહેતા યુવાને માતાજીની આરાધના કરવાના પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રીના પાવન અવસર પર માતાજીની આરાધના કરવા માટે ‘રમવા આવો માડી’ શીર્ષક હેઠળ ડાકલાનો મ્યૂઝિકલ વીડિયો બનાવ્યો છે.

આ વિશે માહિતી મ્યૂઝિક કમ્પોઝર, સિંગર અને લિરીસિસ્ટ પ્રિયાંશ શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લાં 15 વર્ષથી સંગીત સાથે જોડાયેલો છું. કોરોનાકાળમાં લોકો ઘરે રહીને માતાજીની આરાધના કરે તે માટે મ્યૂઝિકલ વીડિયો બનાવ્યો છે. જેમાં કીર્તિદાન ગઢવીએ પણ પોતાનો સૂર આપ્યો છે. જે રીશી પટેલના ઓડીયો ક્રિએશનમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ વીડિયોના પ્રોડ્યુસર શ્યામલ ગ્રૂપના અમિત ટીલવા છે. આ સાથે ફેશન વિથ ફોરમ દ્વારા અમને કોસ્ચ્યુમની મદદ કરવામાં આવી હતી. શહેરની તારા સન્સ હોટલ ખાતે 6 એપ્રિલના દિવસે ગીતનું શૂટ કરવામાં આવ્યું હતું. યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કરતા ગુજરાતી લોક સંગીતના આરાધ્યા કીર્તિદાન ગઠવીએ જણાવ્યું હતું કે, હાલના યુવાનો ગુજરાતી લોક ગીત અને સંગીત પરંપરાને સાચવી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવીએ દરેક ગુજરાતીની ફરજ છે.

આવા સમયે જ્યારે પ્રિયાંશ શાહે મને માતાજીના ડાકલા ગાવાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું હતું કે આ વીડિયોને હું મારા ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પરથી અપલોડ કરીશ. પ્રિયાંશને આપેલી બાંહેધરી પ્રમાણે 13 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 9 એપ્રિલના રોજ સંગીતમય ડાકલાને યુટ્યૂબ પર લોકો માટે અપલોડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...