તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:કર્મચારી પોઝિટિવ આવતાં સિટી સર્વે કચેરી 5 દિવસ બંધ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા અકોટા સબ રજિસ્ટ્રાર ઓફિસ કંપાઉન્ડમાં પહેલા માળે આવેલી સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ નંબર 1ની કચેરીમાં કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરી 26 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે. કચેરીમાં સેનેટાઈઝેશન તેમજ સફાઈની કામગીરી હાથ ધરાશે. પોઝિટિવ કર્મચારીના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓનો ટેસ્ટ કરાશે. ઉલ્લેખનિય છે કે, આ પહેલા 22 નવેમ્બરે સમા સ્થિત મામલતદાર (ઉત્તર)ની કચેરીમાં સિટી સર્વે નંબર-3ની ઓફિસના કર્મચારી પોઝિટિવ આવતાં કચેરી 23 થી 25 નવેમ્બર સુધી બંધ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...