તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરબા આયોજન:શહેરની સોસાયટીઓ તકેદારી સાથે ગરબા કરવા તૈયાર, નિર્દેશોની રાહ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિયમોનું પાલન કરી સોસાયટીના સભ્યો માટે ગરબા થશે
  • શહેરની વાસણા ભાયલી, નિઝામપુરા, રાવપુરા, હરણી અને માંજલપુરની વિવિધ સોસાયટી સાથે વાત કરી

રાજ્યના મોટાભાગના કોમર્સિયલ ગરબાના આયોજકો આ વર્ષે ગરબા કરવાના નથી તેમ સ્પષ્ટ જણાવી રહ્યાં છે. ત્યારે સિટી ભાસ્કરે શહેરની સોસાયટીઓના પદાધિકારીઓ સાથે વાત કરી જાણ્યું હતું કે તેઓ આ વર્ષે ગરબા કરશે? અને કરશે તો કઇ રીતે કરશે.જેમા જાણવા મળ્યું હતું કે તમામ નિયમોના પાલન સાથે તેઓ સોસાયટીના સભ્યો પૂરતા ગરબાનું આયોજન કરશે.

તંત્રની પરવાનગી મળશે તો 3 થી 5 દિવસના ગરબાનું યોજીશું અમે લોકો દર વર્ષે 3 થી 5 દિવસના ગરબાનું આયોજન કરીએ છે. આ વર્ષે સરકાર શેરી ગરબા કરવાની પરવાનગી આપશે તો સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરી ગરબાનું આયોજન કરીશું. - સંયોગીતા પ્રધાન, VP

છેલ્લા 2 વર્ષથી યોજાય છે, આ વર્ષે સરકારના નિર્દેશની રાહ
છેલ્લા 2 વર્ષથી પાર્કીંગમાં ગરબા યોજાય છે. જેમા સભ્યો જોડાય છે. આ વર્ષે સરકાની ગાઇડલાઇન્સ આવી નથી. શેરી ગરબાની પરવાનગી અપાશે તો ગરબાનું આયોજન કરીશું. - રાજેશ પટેલ, સેક્રેટરી

ફક્ત એક કલાક માટે ગરબાનું આયોજન થશે, માસ્ક ફરજિયાત
અમે દર વર્ષે ગરબા કરતા નથી. પરંતુ આ વર્ષે 22 થી 25 લોકો મળીને યોજીશું. માસ્ક ફરજિયાત રાખવામાં આવશે અને 1 કલાકના ગરબાનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છે. - ભારગવી દેસાઇ, સેક્રેટરી

આ વર્ષે ગરબાનું આયોજન નહીં થાય
દરવર્ષે અમે ગરબાનું મોટાપાયે આયોજન કરીએ છે. જેમા શહેરીજનો અને આસપાસના વિસ્તારના લોકો પણ જોડાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ગરબાનું આયોજન કરવામાં આવનાર નથી. સરકારના નિર્ણયનો કડક પાલન કરવામાં આવશે. -મનીષ મોદી, પ્રમુખ

એક આરતી એક જ વ્યક્તિ ઉતારશે
​​​​​​​અમે દર વર્ષે ગરબા કરીએ છે. આ વર્ષે મોટા ગરબા થવાના નથી તેથી શેરી ગરબાની પરંપરા જળવાશે અને પરવાનગી મળશેે તો આયોજન કરીશું. માસ્ક ફરજિયાત રખાશે.એક જ આરતી વધુ લોકો ઉતારે છે તેના બદલે એક જ વ્યક્તિ આરતી ઉતારશે. - રાજીવ કાબરા, પ્રેસિડંટ

મોટી વયના વૃદ્ધોને ગરબામાં પ્રવેશ આપવામાં આવશે નહીં
અમે દર વર્ષે ગરબાનું ધામધુમથી આયોજન કરીએ છે. દરેક સભ્ય સોસાટીમાં ગરબા કરે છે. સરકાર પરવાનગી આપશે તો અમે ગરબાનું આયોજન કરીશું. મોટી વયના વૃદ્ધોને પ્રવેશ નહી અપાય. - જગદીશ પ્રજાપતી, પ્રમુખ

પરવાનગી મળશે તો પણ 90 ટકા ગરબા નહીં યોજીએ
અમારી સોસાયટીમાં દરવર્ષે દરેક તહેવારની ધામધુમથી ઉજવણી થાય છે. ગણેશઉત્સવનું આયોજન કરાયું ન હતું. ગરબાની પરવાનગી મળશે તો 90 ટકા ગરબાનું આયોજન નહી કરીએ. - પિનાકીન પરિખ, સેક્રેટરી

આ વર્ષે 50ના બદલે 150 લોકો ગરબા રમનાર હોઇ શકે
અમે દર વર્ષે ગરબાનું આયોજન કરીએ છે. 40-50 લોકો ગરબા રમે છે, આ વર્ષે સંખ્યા વધીને 150 જેટલી થઇ શકે છે. સરકાર પરવાનગી આપશે તો ગાઇડલાઇન્સ પ્રમાણે ગરબાનું યોજાશે. - શ્રેણીક શાહ, સભ્ય

અન્ય સમાચારો પણ છે...