કોરોના વડોદરા LIVE:શહેરના 17 વિસ્તારમાં આજે નવા 176 કેસ, સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 69 કેસ નોંધાયા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • વડોદરામાં 15થી 18 વર્ષના તરૂણોને વેક્સિનેશન 50 ટકાને પાર

વડોદરા શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેર-જિલ્લામાં આજે નવા 176 કેસ નોંધાયા છે. બુધવારે શહેરમાં કોરોનાના 181 કેસ નોંધાયા હતા. આમ બુધવારની સરખાણીએ આજે 5 કેસ ઓછા નોંધાયા છે. કોરોનાની કુલ કેસની સંખ્યા 73,411 ઉપર પહોંચી ગઇ છે. અને વધુ 45 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 72,066 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે. આજે શહેરમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારમાં 69 કેસ નોંધાયા હતા.

શહેરમાં હાલ 879 લોકો હોમ ક્વોરન્ટીન છે
વડોદરા શહેર-જિલ્લામાં આજે જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સંવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા,
ગોકુલનગર, માંજલપુર અને કપુરાઈમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ 879 લોકો હોમ ક્વોરન્ટીન છે. તેમજ કોરોનાના 722 એક્ટિવ કેસ છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,901 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 73,411 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9817 પશ્ચિમ ઝોનમાં 12,540, ઉત્તર ઝોનમાં 12,086, દક્ષિણ ઝોનમાં 12,031, વડોદરા ગ્રામ્યમાં 26,901 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં 15થી 18 વર્ષના તરૂણોને વેક્સિનેશન 50 ટકાને પાર
વડોદરામાં 15થી 18 વર્ષના કિશોરોને વેક્સિનેશન 50 ટકાને પાર થઈ ગયું છે. આજે 15થી 18 વર્ષના 7449 કિશોરોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં 15થી 18 વર્ષની વયના કિશોરોનું વેક્સિનેશન 52.92 ટકા થયું છે. જ્યારે 18થી 44 વર્ષના 4023 લોકોને વેક્સિનનો પ્રથમ અને 3622 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કુલ મળીને આજે શહેરમાં 20980ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...