તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • City Reported Only One Case In The Last 36 Hours, 2 Cases Of Mucormycosis, A Record breaking 15,000 People Were Vaccinated In A Single Day

કોરોના વડોદરા LIVE:શહેરમાં આજે નવા 3 પોઝિટિવ, વધુ 2 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસ 71,964 થયા, કુલ 71, 323 દર્દી રિકવર થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરા શહેર અને જિલ્લામાં હાલ 18 એક્ટિવ દર્દીઓ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,964 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,323 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે કોરોનાના બે નવા દર્દી અકોટા અને કલાલી વિસ્તારમાં નોંધાયા હતા. બીજી તરફ ગત 24 કલાકમાં કોરોનાની સારવાર લેતા 2 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી શહેર-જિલ્લામાં કોરોનાના કુલ 71,964 દર્દી નોંધાયા છે. હાલમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓ 18 નોંધાયા છે, જેમાં ઓક્સિજન પર 1 દર્દી સારવાર લઇ રહ્યો છે, જ્યારે વેન્ટિલેટર પર હવે એક પણ દર્દી નથી. શહેરના એક ઉપરાંત વધુ એક દર્દી કરજણ ગામમાં નોંધાયો હતો. હાલમાં 21 લોકો શહેર-જિલ્લામાં ક્વોરન્ટાઇન છે.

બેમાંથી કોઇ એક રોગના કેસ વધુ હોય છે
વડોદરામાં દર વર્ષે ચિકનગુનિયા-ડેન્ગ્યૂ પૈકી કોઇ એક રોગના કેસ વધુ નોંધાતા હોય છે. ગત વર્ષે ચિકનગુનિયાના કેસો વધારે હતા આ વર્ષે ડેન્ગ્યૂના કેસ વધુ છે. જોકે આ નિયમ નથી. જ્યારે આ વર્ષે ફાલ્સીફેરમના પણ 4 કેસ પણ નોંધાયા છે. જોકે આરવી દેસાઇ રોડ પરની વિવિધ હોસ્પિટલોમાં મચ્છરો જ નહીં પાણીને લીધે થતાં રોગોના પણ કેસો આવી રહ્યાં છે. વરસાદી કાંસ, ડ્રેનેજ લાઇનો અને પાણી પુરવઠા વિભાગ સાથે જો યોગ્ય સંકલન કરવામાં આવે તે જરૂરી છે તેવું આ વિસ્તારના લોકોનું માનવું છે. આ મુદ્દે પાલિકામાં સૂચન પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...