તપાસ:શહેરના CAના પુત્રનું હરિયાણામાં ભેદી રીતે મોત, રેગિંગની આશંકા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્ર પર ઉત્પીડન થયું હોવાનો પિતા મુકેશ ચતુર્વેદીનો આક્ષેપ
  • નવરચના-ડીઆર અમીન સ્કૂલમાં ધો.12 સુધી ભણ્યો હતો

શહેરના CA મુકેશ ચતુર્વેદીના પુત્ર અને જગદીશપુરની ઓપી જિંદાલ યુનિના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. મૃતક બીબીએ બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તેના પિતાએ રેગિંગ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પોલીસ કેસની તપાસ કરશે. આ માટે એક ટીમ બનાવાઇ છે. હાલ પોલીસે 174 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં રહેતો સંસ્કાર (20) CA મુકેશ ચતુર્વેદીનો એકમાત્ર પુત્ર હતો અને નવરચના તથા ડી.આર અમીન સ્કૂલમાં ભણ્યો હતો. તેની બહેન દિલ્હીની યુનિમાં જ પ્રોફેસર છે. શનિવારે તેમની સાથે જ દિલ્હી ગયો હતો. રવિવારે સાંજે તે પરત ફર્યો હતો.

યુનિના ગેટ પર દેખાયા બાદ ગાયબ થઈ ગયો હતો. પછી તે યુનિ પાસે રોડ પર બેભાન મળ્યો હતો. હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો હતો. યુનિવર્સિટી પ્રશાસને પોલીસને જાણ કરી હતી. રાય પોલીસે ઘટના અંગે પરિવારજનોને જાણ કરી હતી. સોમવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયું હતું. પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેને કોઈ હેરાન કરતું હતું. 1 મહિનામાં તેણે રૂા.50 હજાર મંગાવ્યા હતા. છ માસમાં 3 વાર રૂમ બદલી હતી. તે કહેતો કે પૈસા મોકલો નહીતો પ્રોબ્લેમ થશે.

અન્ય સમાચારો પણ છે...