સિટી બસ શરૂ થતાં પેટમાં તેલ રેડાયું:છાયાપુરી સ્ટેશને સિટી બસને ઘેરી રિક્શાચાલકોની ડ્રાઇવરને ધમકી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
છાયાપુરીથી સ્ટેશન સુધીની બસ શરૂ થતાં મુસાફરોની લૂંટ બંધ થઇ છે. - Divya Bhaskar
છાયાપુરીથી સ્ટેશન સુધીની બસ શરૂ થતાં મુસાફરોની લૂંટ બંધ થઇ છે.
  • રેલવે પોલીસે કંટ્રોલમાં વર્ધી લખાવી છાણી પોલીસને બોલાવી
  • રાત્રે 10.30થી સવારે 6 સુધી સિટી બસ શરૂ થતાં પેટમાં તેલ રેડાયું

શહેરના એક માત્ર સેટેલાઈટ રેલવે સ્ટેશન છાયાપુરીથી રાત્રે આવતા મુસાફરો પાસેથી રિક્ષાચાલકો બેફામ ભાડું વસૂલતા હોવાની ફરિયાદોને પગલે સાંસદ અને શહેર ભાજપ પ્રમુખના પ્રયત્ન બાદ રાત્રે 10:30 થી સવારે 6 સુધી બસ સર્વિસ શરૂ કરાઇ છે. જો કે શનિવારે શરૂ થયેલી આ બસ સેવામાં ત્રણ દિવસમાં બસના ડ્રાઇવર અને કંડકટર ના જીવ પડીકે બંધાયા છે. રાત્રે બેફામ ભાડું વસૂલતા રિક્ષા ચાલકો દ્વારા બસનાં ડ્રાઈવર-કંડકટરને ધમકાવતા હોવાના અને બસને ઘેરી લેતા હોવાની ઘટનાને પગલે રેલવે પોલીસ દ્વારા રવિવારે છાણી પોલીસની મદદથી બસને સુરક્ષા પહોંચાડવામાં આવી હતી.

છાયાપુરી રેલવે સ્ટેશનથી સોમવારે પણ રાત્રે 11 વાગ્યે અને વહેલી સવારે પોણા ચાર વાગ્યાની બસ મૂકવામાં આવી હતી. જયારે પેસેન્જરોને લેવા માટે આવેલા સિટી બસ વિનાયક લોજીસ્ટીકના ડ્રાઇવર અને કંડકટર પણ ઉભડક જીવે છાયાપુરી રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યા છે. સિટી બસમાં પોલીસ તૈનાત કરવા માગ થઇ રહી છે.

ગુજરાત રેલવે પોલીસેના જીતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે રેલવે દ્વારા પરિસરમાં આપવામાં આવ્યું નથી જેથી રેલવે સ્ટેશનના અડધા ભાગમાં બેરિકેડિંગ કરી રીક્ષાવાળાઓ ને આવતા અટકાવાય છે પરંતુ સ્ટેશનની બહાર બ્રિજ નીચે ટોળું એક હોમગાર્ડ ઉપર રીક્ષા ચડાવી દીધી હતી જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ છે રાતનો માહોલ અઘરો હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ રાત્રે 300થી વધુ રિકશાચાલકો સ્ટેશન બહાર અડિંગો જમાવતા હોય છે. જેને લઇને વાતાવરણ તંગ બને છે.

સિટી બસમાં રિક્ષાચાલકો ચડી ગયા હતા
શનિવારે બસમાં રિક્ષાચાલકો બેસી ગયા હતા અને તમામ મુસાફરોના બસના ભાડાના પૈસા ચૂકવવાની ઓફર કરી હતી પરંતુ મેં તેમને બસમાંથી ઊતરી જવાનું કહી સીસીટીવી કેમેરા ચાલુ હોવાની વાત કરતાં તેઓ ઉતરી પડ્યા હતા રવિવારે ફરી એક વખત રિચાર્જ ચા લોકોએ સુત્રોચ્ચાર કરી હોબાળો કરતાં સ્ટેશનની બહાર છાણી પોલીસે અને સુરક્ષા આપી હતી અમને સતત જીવનું જોખમ વર્તાય છે. > શૈલેષ ગરાસિયા, ડ્રાઇવર

મેં રાત્રે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી
રવિવારે રાત્રે 350 જેટલા રિક્ષાચાલકો સ્ટેશનની બહાર બસ ને નુકસાન પહોંચાડવાની અને ગીરી લેવાની વાતો કરતા હતા જેને પગલે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી છાણી પોલીસની મદદ માગી હતી પોલીસ આવી જતાં રીક્ષાવાળાઓ ને નુકસાન કર્યું નહોતું. > નરસીભાઇ મીઠાભાઇ, એ.એસ.આઈ

અન્ય સમાચારો પણ છે...