આયોજન:શહેર ભાજપની શિક્ષણ શિબિરમાં ચૂંટણીની તૈયારીના સંકેતની વકી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 22થી 24 દરમિયાન શિક્ષણ શિબિર યોજાશે
  • ત્રિદિવસની શિબિર દરમિયાન મોબાઇલ ફોન પર પણ પ્રતિબંધ

શહેર ભાજપ દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પટાંગણમાં યોજવાનું નક્કી કર્યું છે અને તેમાં વડોદરા થી 250 થી વધુ આગેવાનો ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેવડીયા કોલોનીના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે ત્યારે તે પૂર્વે વડોદરા ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિર તા.22 થી 24 દરમિયાન કેવડિયા કોલોની ખાતે યોજાનાર છે.જેમાં દરેક ઈકેક્શન વોર્ડ દીઠ સરેરાશ 14 લોકો જોડાશે અને તમામ મુખ્ય પદાધિકારીઓ, કોર્પોરેટરો,કારોબારીના સભ્યો સહિત 250થી વધુ લોકો ભાગ લેશે.

શિબિરના સ્થળે પહોંચવા શહેર ભાજપ સંગઠન દ્વારા ટ્રાવેલ્સ બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કોઈ પોતાના વાહનમાં કેવડીયાકોલોની જવા ઈચ્છુક હોય તેમણે શહેર કાર્યાલયમાં જાણ કરવાની રહેશે. આ શિબિરના સમય દરમ્યાન મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને શિબિર શરૂ થતાં મોબાઇલ ફોન જમા કરાવવાનો રહેશે અને સાંજે શિબિર પૂરી થતાં તે પરત આપવામાં આવશે. એટલું જ નહીં, તા.24મીએ બપોરે શિબિર પુરી થશે.

અન્ય સમાચારો પણ છે...