• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • City BJP President's Meeting Clear Talk, Do Not Go To Anyone's House To Catch Cattle, Action Will Be Taken If Caught Wandering On The Road

પશુપાલકોને તાકીદ:શહેર ભાજપ પ્રમુખની બેઠકમાં સાફ વાત, ઢોર પકડવા કોઈના ઘરમાં જતા નથી,રોડ પર રખડતાં પકડાશે તો કાર્યવાહી

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપ કાર્યાલય ખાતે પશુપાલકો સાથે મિટિંગ યોજાઇ હતી. - Divya Bhaskar
ભાજપ કાર્યાલય ખાતે પશુપાલકો સાથે મિટિંગ યોજાઇ હતી.
  • અકસ્માત ન થાય તે માટે ઢોર રસ્તે રખડતાં છોડી ન મૂકશો
  • માલધારીઓના પશુ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા અનેે સંલગ્ન સુવિધા માટે આયોજન કરાશે

શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા બેકાબુ બની રહી છે ત્યારે માલધારી સમાજ સહિતના પશુપાલક આગેવાનો સાથે શહેર ભાજપ કાર્યાલય માં યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ માટે રસ્તા પર રખડતા ઢોર જોવા મળે નહીં એવી ખાસ સુચના આપવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખે પશુપાલકોને સ્પષ્ટ જણાવ્યું હતું કે ઢોર કોઇના ઘરમાં જઇને પકડતા નથી, રસ્તે રખડતા મૂકશો તો પકડીને દંડનાત્મક સહિત કડક કાર્યવાહી કરાશે. માલધારીઓના પશુ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે તેમજ તેને સંલગન સુવિધા થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરાશે.

વડોદરા શહેરના વિકાસની ભાગીદારીમાં માલધારી સમાજનું યોગદાન રહે અને વડોદરા શહેરના જાહેર માર્ગો તથા વિસ્તારો રખડતાં ઢોર મુક્ત બને તે માટે માલધારી સમાજ સાથે આજે મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ ડો.વિજય શાહની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયું હતું.

150 જેટલા પશુપાલકોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ-2021માં યોજાયેલી પાલિકાની ચુંટણીમાં શહેરીજનોએ ભાજપને મત આપી ભવ્ય વિજય અપાવ્યો હતો અને ચુંટણી સમયે આપેલ વચનો પૂરા કરાઇ રહ્યાં છે ત્યારે વડોદરાના વિકાસમાં માલધારી સમાજનો ફાળો મહત્વનો બને તે માટે તેઓના માલિકીના પશુ જાહેર રસ્તા પર રખડતા ના છોડી દે. પશુધન એ માલધારી સમાજનું ધન છે તેની જાળવી અને સંભાળ તેઓ રાખે છે. પાલિકા ઢોર પકડવા માટે વાહનો ભાડે લેવા મોટો ખર્ચ કરે છે અને ઢોર પકડવા માટે કોઈના ઘરમાં જતા નથી.

ઘણા વર્ષોથી રસ્તે રખડતા ઢોરની સમસ્યાથી ઘણા શહેરીજનો અકસ્માતનો ભોગ બન્યા છે. જેથી આવા અકસ્માત ન થાય તે માટે પશુપાલકો પોતાના ઢોર રસ્તે ન રખડતા છોડી ના મૂકે. વધુમાં આવા રખડતા પશુઓની જાળવણી માટે તેમને વૈકલ્પિક જગ્યા ચાર ઝોનમાં ફાળવામાં આવે અને તે માટે વહિવટી તંત્ર આયોજન કરી રહી છે. પશુ પાલકો તેમના સૂચનો અને પશુઓ માટે જાળવણી માટે તેઓની રજૂઆત તા.8 ઓક્ટોબરના રોજ મુખ્ય આગેવાનો સાથે કાર્યાલય પર મિટીંગ કરી યોગ્ય નિર્ણય કરાશે તેમ જણાવ્યંુ હતું. હવેથી શહેરના રોડ પર પશુધન ન આવે તેમ સમાજના આગેવાનો ને અપીલ કરી હતી.

​​​​​​​માલધારીઓના પશુ માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે તેમજ તેને સંલગન સુવિધા થાય તેમ વહિવટી તંત્ર દ્રારા આયોજન કરાશે તેમ જણાવ્યુ હતું. આ મિટિંગમાં હાજર મેયર કેયુર રોકડીયાએ પણ પશુપાલકોને જણાવ્યું હતું કે, નીતિ નિયમ મુજબ પશુપાલકો પોતાના ઢોર રાખે તેમજ શહેરમાં બાકી રહેલાં છ હજાર ઢોરોની અસર આર એફ આઈ ડી ટેગીંગની કામગીરી 30 દિવસમાં પુર્ણ કરી લેવી જોઈએ.મિટિંગમાં ઉપસ્થિત પશુ-પાલકોએ પણ પોતાના મત રજૂ કરીને પશુધન માટે જરૂરી સેવા સુવિધા ઉપલબ્ધ કરાય તેમ ડૉ.શાહ સમક્ષ રજૂઆત કરી હતી અને ખાસ કરીને વિસ્તાર મુજબ જગા ફાળવવાની માંગ કરી હતી.

બીજા દિવસે વધુ 21 ઢોર પકડાયાં રોડ પાર્ટીના ફોન કસ્ટડીમાં લેવાયા
​​​​​​​શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવાની શરૂ થયેલી આ ઝુંબેશમાં વધુ 21 ઢોર પાલિકાની ઢોર પાર્ટી એ પકડ્યા હતા અને ઢોર ડબ્બે પૂર્યા હતા.આ ઝુંબેશમાં અગાઉ એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઢોર પાર્ટી નો જ કેટલોક સ્ટાફ રખડતા ઢોરને પકડવાની કામગીરી પૂર્વે જ અમુક લોકોને જાણ કરી દેતા હતા જેથી આ ઝુંબેશમાં જોડાયેલા કર્મચારીઓના મોબાઈલ ફોન એડવાન્સમાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

છ મહિનામાં 629 ઢોર પકડ્યાં,158 જ છોડ્યાં
​​​​​​​છેલ્લા 6 મહિનામાં પાલિકાની ઢોર પાર્ટીએ શહેરના રસ્તા પરથી 629 ઢોર પકડીને ઢોર ડબ્બે પૂર્યા હતા અને તેમાંથી 158 ઢોર છોડાવવા માટે તેના માલિકો આવ્યા હતા.જેમાયે, છેલ્લા 2 મહીનામાં જ 366 ઢોર પકડાયા હતા. ત્રણ ઢોર ડબ્બા ખાતે 730 ઢોર રાખવાની ક્ષમતા છે અને તેની સામે હાલમાં 396 ઢોર રાખવામાં આવ્યા છે.

ઢોરના કારણે એક જ દિવસમાં 3 અકસ્માત
મંગળવારે રખડતા ઢોરના કારણે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં ફતેપુરા થી તરફ જતા વખતે રખડતા ઢોરની અડફેટે બાઇકચાલક જમીન પર પટકાયો હતો અને તેને ઇજા થઇ હતી. પાણીગેટ આયુર્વેદિક હોસ્પિટલ પાસે પણ રખડતા ઢોરના કારણે વાહન અકસ્માત થયો હતો ગોત્રી તળાવમાં વાહન ચાલક જમીન પર પટકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...