તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખાનગી હોસ્પિટલોમાં સરકારી બેડનો જશ ખાટવા શહેર ભાજપ પ્રમુખ બગડ્યા : ડો.મિસ્ત્રીને ઠપકાર્યા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.વિજય શાહની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડો.વિજય શાહની ફાઈલ તસવીર
  • સરકારી ધોરણે બેડ રાખવાની નીતિ નક્કી કરવામાં સાથે ન રાખવા બાબતે ભાજપમાં આંતરિક કલહ
  • છંછેડાયેલા ડૉ. શિતલ મિસ્ત્રીએ એક તબક્કે એડવાઇઝર, કોર્પોરેટર સહિતના હોદ્દા છોડવા તૈયારી બતાવી

ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ધોરણે બેડ રાખવાની નીતિ નક્કી કરવા તબીબી આગેવાનો સાથેની બેઠકને લઈને શહેર ભાજપ પ્રમુખે મને જોડે કેમ ન રાખ્યો તેમ કહી એડવાઈઝર ડો.શીતલ મિસ્ત્રીને ઠપકો આપતાં ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરમાં કોરોનાના 10 હજાર દર્દી હોસ્પિટલમાં દાખલ છે ત્યારે આગામી તબક્કામાં સ્થિતિ વિકટ બનશે તેવી દહેશત વ્યક્ત કરાઈ હતી. જેના કારણે ઓએસડી ડો. વિનોદ રાવે કેટલાક જાણીતા તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ કરી 3 પ્લાન મૂક્યા હતા. ત્યારબાદ ડો વિનોદ રાવે ડો. શીતલ મિસ્ત્રીને આ તબીબો સાથે બેઠક કરવા કહ્યું હતું. જેથી તેમણે પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાં બેઠક કરી હતી અને તેમાં 300 બેડ આપવાની તૈયારી બતાવી હતી. જોકે આ બેઠક એકલા હાથે થયા બાદ તેની જાણ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહને થતાં તેમણે ડો. શીતલ મિસ્ત્રીને આવું કંઈ હોય તો જોડે રાખવા સલાહ આપી હતી.

ખાનગી હોસ્પિટલમાં સરકારી ધોરણે બેડ રિઝર્વની નીતિ અંગે ભાજપ સંગઠન સાવ અંધારામાં રહેતાં ડો.વિજય શાહે ડો.શીતલ મિસ્ત્રીને ડોક્ટરો જોડે રહેવાની આડકતરી સલાહ આપી હતી. જેથી ડો.મિસ્ત્રીએ એડવાઇઝર, કોર્પોરેટર સહિતના હોદ્દા છોડી દેવાની ઓફર આપી હતી. આ મામલે ડો.વિજય શાહે જણાવ્યું કે, મારી સામે ડો.શીતલ મિસ્ત્રીએ હોદ્દા છોડવાની વાત કરી નથી અને પક્ષમાં દરેકને લાગણી રજૂ કરવાનો હક્ક છે.જ્યારે ડો.શીતલ મિસ્ત્રીએ તબીબો જોડે બેઠક કરી હોવા બાબતને સમર્થન આપ્યું હતું પણ અન્ય કોઈ બાબત થઈ નથી તેમ જણાવ્યું હતું.

કોરોનાની બેઠકમાં પણ વિવાદ : ડો. શિતલ મિસ્ત્રીએ પરાક્રમસિંહને સોરી કહેવું પડ્યું
કોરોનાની સ્થિતિ અંગે મેયરે ઓનલાઇન બેઠક બોલાવી હતી. જેમાં મેયરના વોર્ડના કોર્પોરેટર રાજેશ પ્રજાપતિએ વરસાદી કાંસ-ગટરની સફાઈ થતી નથી તેવી ફરિયાદ કરતાં મેયરે માત્ર કોરોનાની ચર્ચા કરવાની છે, તેમ કહેતાં તે ભોંઠા પાડ્યા હતા. તેવી જ રીતે પરાક્રમસિંહ જાડેજાએ મિથેનિલ બ્લ્યુ અંગે અભિપ્રાય આપતાં ડો.શીતલ મિસ્ત્રીએ બાપુ, તેનાથી કોરોનાના દર્દીને અસર થતી નથી, તેમ ટાંકતા બાપુએ નામજોગ ઉલ્લેખ ન કરવો તેવી સલાહ આપી હતી. જેથી સ્થાયીની સંકલન સમિતિમાં પણ ડો.મિસ્ત્રીએ બાપુને સોરી કહ્યું હતું. શ્રીરંગ આયરેએ વરસાદી કાંસની સફાઈ થવી જ જોઈએ તેવો આગ્રહ રાખતાં મેયરે આ રીતે નહીં કહેવાનું તેમ કહી મોઢું તોડી લીધું હતું.

ખાનગી તબીબોની 300 બેડની તૈયારી
ખાનગી તબીબોએ 300 બેડ સુધી ફ્રીમાં રાખવાની તૈયારી બતાવી હતી. જોકે આ બેડ ક્યાં સુધી રાખવા તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. તેની સામે ડો.શીતલ મિસ્ત્રીએ તમામ બેડની સંખ્યા 8 હજાર સુધી પહોંચે ત્યાં સુધી તેવો જવાબ આપ્યો હતો.જોકે આ મામલે ભાજપમાં વિવાદ થતાં આ નીતિ પર બ્રેક મરાઈ છે.

કયા કયા 3 પ્લાન ખાનગી તબીબોને અપાયા?

PLAN 1: ખાનગી હોસ્પિટલમાં 25 % બેડ સરકારી ધોરણે કોરોનાના દર્દીઓ માટે સ્વૈચ્છીક રીતે અનામત રાખવા

PLAN 2 : જો સ્વૈચ્છિક રીતે સંમતિ આપવામાં ન આવે તો તેના માટે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવું

PLAN 3 : જો જાહેરનામા પછી પણ અમલ કરવામાં ન આવે તો તેવી હોસ્પિટલ સામે ઇન્કવાયરી કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી

અન્ય સમાચારો પણ છે...