રાશિ પરિવર્તન:તુલા સંક્રાંતિમાં રાજકીય રીતે સારા નિર્ણયોથી નાગરિકોને રાહત રહેશે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની પણ સંભાવના
 • આંખ તેમજ માથાને લગતી સામાન્ય તકલીફમાં વધારો થઈ શકે

18 ઓક્ટોબરે ગુરુ ગ્રહ માર્ગી થઈને કુંભ રાશિમાં આગળ વધશે. સૂર્ય પણ રવિવારે તુલા રાશિમાં પ્રવેશતા તુલા સંક્રંાતિની શરૂઆત થઈ છે. તુલા રાશિમાં સુર્ય ગ્રહ નીચનો બનતો હોવાથી શહેરીજનોને આંખ,માથાને લગતી સામાન્ય તકલીફમાં વધારો થઈ શકે છે.વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થશે. સૂર્ય નીચનો હોવાથી અચાનક વાતાવરણમાં વાયુ પણ ફુંકાય તેવી પણ સંભાવના રહેલી છે. રાજકીય રીતે સારા નિર્ણયોથી પ્રજાને રાહત રહેશે. પેટ્રોલ-ડિઝલ અને શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

જ્યારે સુર્ય નીચનો થતો હોવાના પગલે મોટી રાજકીય હસ્તીની આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે.શાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, 18 ઓક્ટોબરે ગુરૂ ગ્રહ માર્ગી થઈને કુંભ રાશિમાં આગળ વધશે. ગુરૂ ગ્રહનું આ માર્ગી થવું ખુબ મહત્વનું રહેશે. 20 જુન 2021 થી ગુરૂ કુંભમાં વક્રી હતાં. જે 14 સપ્ટેમ્બર 2021 ગુરૂ માર્ગી થઈને સંપુર્ણ રીતે 18 ઓક્ટોબર 2021 સવારે 11 વાગે માર્ગી થશે. આ સાથે નવગ્રહોના રાજા સુર્ય પણ 17 ઓક્ટોબરેે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરી દિધો છે.

જેથી તુલા સંક્રાંતીનો પ્રારંભ થઈ ચુક્યો છે. જે 16 નવેમ્બર સુધી રહેશે. તુલા સંક્રાતિ અને ગુરૂગ્રહ કુંભ રાશિમાં માર્ગી આ બંને ગ્રહોના પરીવર્તનના કારણે આદ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે તેવા યોગ સર્જાયા છે. ગુરૂ જ્ઞાનનો કારક ગ્રહ છે. અને કુંભ રાશિ એ શનિગ્રહની રાશિ છે. જે આદ્યાત્મિકતા સાથે જોડાયેલી છે. જેથી આવનારા દિવસોમાં આદ્યાત્મિક,ધાર્મિક અનુષ્ઠાનમાં વિશેષ વધારો જોવા મળશે.

તુલા સંક્રાંતિના પગલે 12 રાશીનું ફળ કથન

 • મેષ : આત્મવિશ્વાસ ગુમાવવો નહીં
 • વૃષભ : શત્રુઓથી સાવધ રહેવું
 • મિથુન :સંતાનોથી સારા સમાચાર મળે
 • કર્ક : આકસ્મિક લાભ,ખરીદીના યોગ
 • સિંહ : સરકારી કાર્યમાં રાહત મળે
 • કન્યા : વાણીમાં સંયમ જરૂરી, આંખ-માથાની કાળજી રાખવી
 • તુલા : આરોગ્યની કાળજી રાખવી,સુર્યપુજા કરવી
 • વૃશ્ચિક : ખર્ચનું પ્રમાણ વધી શકેે, વિદેશને લગતાં કાર્ય માટે શુભ સમય
 • ધન : આવકમાં વૃધ્ધી થશે,શુભ સમય
 • મકર : નોકરી-ધંધામાં પ્રમોશનના યોગ
 • કુંભ : ભાગ્ય વૃધ્ધી થશે,ધનલાભ
 • મીન : વાહન ચલાવવામાં કાળજી રાખવી,ખોટા ખર્ચ ટાળવા
અન્ય સમાચારો પણ છે...