ભાસ્કર વિશેષ:સયાજીરાવને ભારતરત્ન મળે તે શહેરીજનોની ઇચ્છા : રાજમાતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં આવેલો રાજા રવિ વર્માનો સ્ટુડિયો રિનોવેટ કરાયો
  • ​​​​​​​કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ સમક્ષ રાજમાતા શુભાંગિની રાજેનો પ્રસ્તાવ

લક્ષ્મી વિલાસના પ્રાંગણમાં ઈન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ દ્વારા શુક્રવારે વર્ણ, રેખા અને સંગીતના 3 દિવસીય ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા પહેલેથી જ કળાનું કેન્દ્ર રહ્યું છે. ભૂતકાળમાં શહેરે દેશને ઘણા ખ્યાતનામ કલાકાર આપ્યા છે, જેમાંથી એક રાજા રવિ વર્મા પણ હતા, જેમનાં પેઈન્ટિંગ દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં સુપ્રસિદ્ધ છે. જ્યારે આખા દેશમાં યુરોપિયન શૈલીનાં પેઈન્ટિંગની બોલબાલા હતી ત્યારે રાજા રવિ વર્માએ ભારતીય સાંસ્કૃતિક અને બોલ્ડ પેઈન્ટિંગનો ચીલો ચીતર્યો હતો.

રાજા રવિ વર્માની કળાને સન્માનિત કરવા સયાજીરાવ ગાયકવાડે તેમને વડોદરા બોલાવ્યા હતા અને તેમના માટે સ્ટુડિયો બનાવ્યો હતો. ઈન્દીરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પેલેસના પ્રાંગણમાં આવેલા રાજા રવિ વર્માના સ્ટુડિયોને રિનોવેટ કરાયો હતો, જેમાં તેમનાં પેઈન્ટિંગના પ્રિન્ટનું પ્રદર્શન યોજાઈ હતું.

આ આર્ટ સ્ટુડિયોનું ઉદ્ધાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી પાર્લામેન્ટ્રી અફેર્સ એન્ડ કલ્ચર અર્જુન મેઘવાલ અને રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ દ્વારા કરાયું હતું. મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમો કરાય છે. વડોદરા પહેલેથી જ કલા અને ભણતરનું કેન્દ્ર સ્થાન રહ્યું છે, જેણે દેશને રાજા રવિ વર્મા, અરવિંદ ઘોષ અને બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન આંબેડકરને આપ્યા છે અને ભારતની ઓળખાણ જ તેના બંધારણથી છે.

કાર્યક્રમમાં રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે જણાવ્યું કે, વડોદરાએ દેશને ઘણા એવા રત્નો આપ્યા છે, જેના દ્વારા ભારતે આખા વિશ્વમાં ડંકો વગાડ્યો છે. રાજા રવિ વર્મા, મહર્ષિ અરવિંદ ઘોષ, ડો. બી.આર. આંબેડકર અને દાદા સાહેબ ફાળકે જેવા રત્નો દેશને આપ્યા એટલે આવા રત્નોને તરાશનાર સર સયાજીરાવને પણ આ અમૃત કાળમાં યોગ્ય સન્માન મળવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...