તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળવાખોરીનો ડર:ચિરાગે ધાર્યું કરાવી આખી પેનલ લીધી, અતુલને કાપી હાર્દિક પટેલના હરીશને ટિકિટ, 7 નામનું હજી સસ્પેન્સ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોંગ્રેસે ફોર્મ ભરવાની મુદત પૂરી થવાના 17 કલાક પહેલાં 49 ઉમેદવારોની યાદી જાહેર કરી : 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટની ફાળવણી, કોંગ્રેસ કાર્યાલય પર કન્ટેઇન્મેન્ટ ઝોન જેવો માહોલ
 • પૂર્વ કોર્પોરેટર હેમાંગિની કોલેકર, વોર્ડ 2માંથી એલ્ડ્રીન થોમસ-નિકુલ પટેલ અને વોર્ડ 3માં રોનક પરીખ ચમન-હેરી ઓડના નામ અંગે અવઢવ

કોંગ્રેસમાં ડખા યથાવત રહેતાં બળવાખોરીના ડરે દિવસે યાદી જાહેર ન કરી સીધા ઉમેદવારોને ફોન કરીને તેમને ફોર્મ તૈયાર કરવા જાણ કરાઇ હતી. મોડી રાતે યાદી જાહેર કરી હતી. તેમાંય 7 ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી. કોંગ્રેસ કાર્યાલય પર આખો દિવસ કન્ટેઇન્મેન્ટ ઝોન જેવો માહોલ હતો.

કોંગ્રેસે અગાઉ 20 ઉમેદવારો જાહેર કર્યા બાદ શુક્રવારે વધુ 49 ઉમેદવારોની જાહેરાત કરાઇ હતી. જેમાં સૌથી વિવાદાસ્પદ વોર્ડ 1 માં રનિંગ કાઉન્સિલર અતુલ પટેલની ટિકિટ કાપીને હાર્દીક પટેલના ખાસ અને પાસના કાર્યકર હરીશ પટેલને ટિકિટ અપાઇ હતી. વોર્ડ 14 માંથી રનિંગ કાઉન્સિલર હેમાંગીની કોલેકરની ટિકિટ હજુ જાહેર કરાઇ નથી. તેવીજ રીતે વોર્ડ 10માં પણ બે બેઠકો જાહેર કરવાની બાકી રખાઇ છે. લઘુમતી દાવેદારોની સંખ્યા વધારે હોવાથી મામલો ઘોંચમાં પડયો છે. વોર્ડ 3 માં હેરી ઓડ અને રોનક પરીખ માંથી કોને ટિકિટ આપવી તે મુદે વિવાદ યથાવત છે.

વોર્ડ 2માંથી એલ્ડ્રીન થોમસ અને નિકુલ પટેલના નામ અંગે સહમતિ સધાતી નથી. વોર્ડ 9 માં પણ મહિલા ઉમેદવારનું સસ્પેન્સ યથાવત છે. વોર્ડ 15માં ભાજપના દિગ્ગજ નેતાના પુત્રને ટિકિટ મળે તેવી સંભાવના છે. વોર્ડ 12 માં બળવાખોરીના ડરે ઉમેદવારની જાહેરાત કરાઇ નથી.

વોર્ડ નંબર 18 માં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા થ્રિલરનું સસ્પેન્સ શુક્રવારે રાત્રે ખુલ્યુ હતું અને આખરે ચિરાગ ઝવેરીના નામ પર ભરતસિંહ સોલંકીએ મહોર મારી ચિરાગ ઝવેરીએ મૂકેલા પેનલના અન્ય ત્રણ નામોને પણ લીલી ઝંડી આપી હતી. કોંગ્રેસ દ્વારા 3 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ અપાઇ છે. જેમાં વોર્ડ 6 માં ઝુનેદ પઠાણ વોર્ડ 11 માં સૈયદ સોહાના અને વોર્ડ નંબર 14 માં સૈયદ જુનેદને ટિકિટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો