મેયરના નામની 10મીએ જાહેરાત થશે.બીજી તરફ મેયરના પદ માટે પ્રબળ દાવેદાર દંડક ચિરાગ બારોટને કબડ્ડીમાં ઇજા થતાં બેડ રેસ્ટ કરવા કહેવાયું છે. જે બાદ તે રેસમાંથી બહાર હોવાનું ચર્ચાતું હતું. સોમવારે પગમાં પાટા સાથે તેઓએ પાલિકામાં એન્ટ્રી લેતાં આશ્ચર્ય ફેલાયું હતું.સંગઠને કમુરતાં પૂરા થાય તે પહેલાં સોગઠી મારતાં અન્ય જૂથના દાવેદારોને આંચકો લાગ્યો હતો.
નવા મેયર કોણ બનશે તેની ચર્ચા શરૂ થઈ છે. જેમાં દંડક ચિરાગ બારોટ, કાઉન્સિલર મનોજ પટેલ, સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ પ્રબળ દાવેદાર છે. સંગઠન મેયર તરીકે ચિરાગ બરોટના નામને મૂકી શકે છે. કબડ્ડી રમતાં ચિરાગ બારોટને પગમાં ઈજા થતાં તેઓ મેયરની રેસમાંથી બહાર થયા હોવાનું ચર્ચાયું હતું.
ઘૂંટણની ઇજા બાદ તબીબોએ બેડ રેસ્ટની સલાહ આપી હતી, તેથી તેમની બાદબાકી થયાનું મનાતું હતું. સોમવારે ચિરાગ બારોટ પગે પાટા, વોકર સાથે કારમાંથી ઊતરતાં આશ્ચર્ય ફેલાયું હતું. તેઓ બે કર્મીના સ્પોર્ટથી દાદર ચઢી કેબિનમાં પહોંચ્યા હતા અને મેયર તરીકેની સૂચના આપતા પણ નજરે પડ્યા હતા.
મેયરના દાવેદરોએ મૌન સેવ્યું, નિલેશ રાઠોડના નામની ચર્ચા
મેયરની જાહેરાત પૂર્વે દાવેદારો રિસ્ક લેવા તૈયાર નથી. દાવેદારો ચર્ચા કરવાનું ટાળી રહ્યા છે. તેટલું જ નહીં મોબાઇલ પર વાત કરતાં ખચકાય છે. તેવામાં સિનિયર કાઉન્સિલર નિલેશ રાઠોડનું નામ ચર્ચામાં આવ્યું છે. મેયર પદ માટે ધારાસભ્ય યોગેશ પટેલ નિલેશ રાઠોડના નામને મૂકી શકે છે. જ્યારે વૈષ્ણવ સમાજથી આવતા નૈતિક શાહનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.