ફરિયાદ:100 નંબર ઉપર ચાઇનીઝ દોરાની ફરિયાદ કરી શકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિબંધનું ચુસ્ત પાલન કરાવવા સરકારની તંત્રને સૂચના
  • ચાઇનીઝ લેન્ટર્ન, માંજા સહિતની ફરિયાદ પોલીસ નોંધશે

ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ સામે હવે વહીવટી તંત્ર ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે એમ ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. પરિણામે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. દોરા સહિતની વસ્તુથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થાય છે. સરકાર આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજ્ય સરકારે સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપી છે.

લોક જાગૃતિ માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, રાજ્યમાં લગાવેલા એલ.ઇ.ડી. સ્ક્રીન પર જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાશે. નાગરિકો ચાઇનીઝ દોરા સહિત વસ્તુના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે 100 નંબર પર ફરિયાદ કરશે તો પોલીસ એક્શન લેશે.

અન્ય સમાચારો પણ છે...