જાહેરનામું:શહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરાયણ પહેલાં કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
  • પતંગ પર ઉશ્કેરણીજનક​​​​​​​ લખાણ લખી શકાશે નહીં

નવાપુરામાં પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી આશાસ્પદ હોકી ખેલાડીનું મોત થયું હતું તે ઘટના હજુ નજર સામે જ છે ત્યારે અને ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મૂકાયો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

વધુમાં વડોદરાના રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી કરાશે.આ સાથે જ જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. જો ઉત્તરાયણમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થશે તો પણ ગુનો નોંધાશે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામા મુજબ કોઈને જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડી શકશે નહીં. લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ પર લખાણો લખી શકાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...