તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Chimanbhai And Shankarsinh Bought Everything At The Time, The Habit Of Buying And Selling Belongs To The Congress, Not The BJP, We Will Not Take Congress MLAs Anymore: C.R. Patil

નિવેદન:ખરીદ-વેચાણની ટેવ કોંગ્રેસની છે ભાજપની નહીં, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં, લીધા છે એ બધા મારા આવતા પહેલા લીધા છેઃ સી.આર. પાટીલ

વડોદરા5 દિવસ પહેલા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ભાજપમાં ખરીદ-વેચાણના આક્ષેપોને ફગાવ્યા હતા
  • કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે કરજણના પ્રવાસે છે
  • પક્ષપલટુઓનો મુદ્દો ભાજપને નહીં નડે કારણ કે, તેઓએ લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છેઃ સી.આર. પાટીલ
  • ચીમનભાઇ-શંકરસિંહ વખતે બધાને ખરીદ્યા હતા

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી, તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા, એટલે ખરીદ વેચાણની સ્થિતિ છે અને ટેવ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા પછી ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મૂકીને પણ લોકહિતના કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસ છોડીને આવ્યા છે. ધારાસભ્ય પદ છોડ્યુ છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે.

સિટીંગ ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે, તે કોંગ્રેસમાં વધેલો અવિશ્વાસ બતાવે છે
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. લોકો ઉત્સાહિત છે અને મતદારોમાં કરંટ છે. રાજ્ય સરકારે કરેલા કામો અને કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે લોકોને લાભ મળ્યો છે. આ બંને વચ્ચે સમન્વય કરીને અમે લોકો વચ્ચે જઇ રહ્યા છીએ. કોંગ્રેસમાં જે રીતે નારાજગી છે. સિટીંગ ધારાસભ્યો પણ પાર્ટી છોડી રહ્યા છે, જે કોંગ્રેસમાં વધેલો અવિશ્વાસ બતાવે છે. તેમની કેન્દ્ર અને રાજ્યની નેતાગીરી નિર્બળ અને અસમંજસની સ્થિતિમાં છે. લડવાની એમની માનસિકતા હવે બચી નથી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને બેઠક
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કરજણ બેઠકની પેટાચૂંટણીને લઇને બેઠક

શું પક્ષપલટુઓનો મુદ્દો આ ચૂંટણીમાં ભાજપને નડશે ?
પક્ષપલટુઓનો મુદ્દો ભાજપને નડશે ? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મુદ્દો એટલા માટે નહીં કે, તેઓ લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છે. તે સાબિત કરે છે, તેઓ લોકોના હિત માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં જે થતુ હતુ કે, ગદ્દારી હતી. આ ગદ્દારી નથી.

રાજ્યાં 8 બેઠકોની પેટા ચૂંટણીને લઇને ભાજપના નેતાઓ પ્રવાસ કરશે
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓ સંગઠનાત્મક પ્રવાસ કરશે. આજે કરજણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબી અને લીંબડી ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતો અંગે માર્ગદર્શન આપશે.

બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા
બેઠકમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો હાજર રહ્યા હતા

જ્યારથી પાટીલ પ્રદેશપ્રમુખ બન્યા ત્યારથી સરકાર અને સંગઠન આમને-સામને
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ચાર્જ સંભાળતાંની સાથે જ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી કહ્યું હતું કે ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જિતાડવા કૉંગ્રેસના 8 ધારાસભ્યને ભાજપમાં લેવામાં આવ્યા હતા એ મામલે પણ આકરા પ્રહારો કર્યા હતા. એની સાથે કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપવા મામલે પણ સી.આર.પાટીલે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. પરિણામે, ભાજપની રૂપાણી સરકાર અને સી.આર. વચ્ચે વિખવાદ ઊભો થયો હતો. આ અંગેની ફરિયાદો અને રજૂઆત છેક અમિત શાહ સુધી પહોંચી હતી, તેથી હાલ અમદાવાદ આવેલા અમિત શાહે સી.આર.પાટીલ અને સરકાર બંનેને સાનમાં સમજાવી તેમને પેટાચૂંટણીમાં લાગી જવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસીઓને ટિકિટ મળી રહી હતી ત્યારે પાટીલ રોકી ન જ શક્યા, હવે ખભે બેસાડીને જિતાડવા પડશે
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ માટે પણ આ જંગ એક લિટમસ ટેસ્ટ છે, ખાસ કરીને ભાજપપ્રમુખ પાટીલે તો કૉંગ્રેસમુક્ત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો અને હાલ એ જ પેરાશૂટને જિતાડવા પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો