તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2 એપ્રિલ વર્લ્ડ ઓટિઝમ ડે તરીકે મનાવવામાં આવે છે. ઓટિઝમ એક જિનેટિક બીમારી છે. ઓટિઝમ તે નાનાં બાળકોમાં જોવા મળતી ન્યૂરોલોજીને લગતી બીમારી છે. આ રોગથી પીડાતા બાળકને ઓટિસ્ટિક ચાઈલ્ડ કહેવાય છે. તબીબી ભાષામાં આ રોગ ઓટિઝમ સ્પેક્ટ્રીમ ડિસઓર્ડરના નામે ઓળખાય છે. ઓટિઝમ એક એવો રોગ છે જે કોઈ મેડિકલ ટેસ્ટ દ્વારા જાણી શકાતો નથી, પરંતુ બાળકના વર્તન પરથી, દેખાઈ આવતાં લક્ષણો પરથી કહી શકાય કે આ બાળકને ઓટિઝમ છે.
વડોદરાની રીચ સેન્ટર ફોર ઓટિઝમના ના ફાઉન્ડર લતા ઐયર દ્વારા છેલ્લા 9 વર્ષમાં 1000 થી વધુ ઓટિઝમ ધરાવતા બાળકો અને તેના વાલીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. લતા ઐયરે જણાવ્યું હતું કે, લોકોમાં ઓટિઝમ ધરાવતા બાળકો વિશે જાણકારી તો છે પરંતુ સમાજમાં તેનો સ્વીકાર થતો નથી જે ખૂબ જ જરૂરી છે.
બાળકો આર્ટ અને ક્રાફ્ટથી કમાઈને પગભર બને છે
લતા ઐયરે જણાવ્યું હતું કે, હાલમાં ઓટિઝમના બાળકોને પગભર કરવા માટેની કામગીરી ચાલી રહી છે. અમારી સાથે 12 થી 15 જેટલા 18 વર્ષ થી વધુ ઉંમરના બાળકો છે જેમના માટે તેમના વાલીઓ સૌથી વધુ ચિંતિત છે. આ બાળકોને અમે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ જેમકે જમવાનું બનાવવું, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને સ્પોર્ટ જેવી એક્ટિવિટી કરાવી રહ્યા છે.
દિવાળી સમયે અમે વિવિધ દીવડાઓ બનાવીને વેચ્યા હતા જેની કમાણી આ બાળકોએ કરી હતી. આ ઉપરાંત આ બાળકો ટેબલ મેટ, રેડી ટુ કૂક વેજીટેબલ, પેઇન્ટિંગ જેવી વસ્તુ બનાવી કમાયને પોતાને પગભર બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
દીકરીને ઓટિઝમ નિદાન થયું તેથી માતાએ સંસ્થા ખોલી
રિચ સેન્ટર સેન્ટર ફોર ઓટિઝમના ફાઉન્ડર લતા ઐયરે જણાવ્યું હતું કે, 2004માં મારી દીકરીને ઓટિઝમ છે તેની જાણ થઈ. ત્યાર બાદ મેં ઓટિઝમ ધરાવતી માતા-પુત્રીનો ટ્રેનિંગ કોર્સ કર્યો અને 2013માં અન્ય 7 વાલીઓ સાથે જોડાઇને સંસ્થા ચાલુ કરી.
સમાજમાં લોકોને આ ડિસોર્ડર વિશે જાણકારી તો છે પરંતુ આ બાળકો નો સમાજ સ્વીકાર કરતું નથી. ઓટિઝમ ના બાળકોને સામાન્ય બાળકો સમાન ગણતા નથી. તેમને કોઈ પ્રવૃત્તિ સાથે સામાન્ય બાળકો સાથે જોડતા નથી. ઓટિઝમના બાળકોને દરેક સમજણ હોય છે પરંતુ લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.