ક્રાઈમ:ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ કરનારની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કરજણના વલણના યુવકના ફોનમાંથી 100 પોર્ન વીડિયો મળ્યા
  • ​​​​​​​ગુજરાતમાં અપલોડ વીડિયોની વિગતો CID ક્રાઇમને આપી હતી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના યુવાન સામે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરાઈ છે. વલણના યુવાને પોતાના મોબાઇલમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતો વીડિયો જોયા બાદ અપલોડ કરતાં રેન્જ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ સંબંધે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (એનસીસીઆરપી) પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા ગુજરાતમાં અપલોડ થયેલા વીડિયોની વિગતો રાજ્યની સીઆઇડી ક્રાઇમને મોકલાઈ હતી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા કુલ 51 વીડિયોમાં એક વીડિયો ચેક કરતાં તે 22 જાન્યુઆરી,2021ના રોજ સોશિયલ મીડિયા પર અપલોડ થયો હતો.

આ અંગે વડોદરા રેન્જ સાઇબર ક્રાઇમને વિગતો મોકલી તપાસ કરવાનું જણાવતાં જે નંબર પરથી વીડિયો અપલોડ થયો હતો તે નંબરનો ઉપયોગ કરતાં ભાવેશ જયંતિ ગોહિલ (વલણ, તા.કરજણ)ને બોલાવાયો હતો. તેનો મોબાઇલ ચકાસાતાં તેમાં કુલ 100 જેટલા પોર્નોગ્રાફીને લગતા વીડિયો જણાયા હતા, જે પૈકી 3 વીડિયો ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા હતા. ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને તેને અપલોડ કરવી તેમજ શેર કરવી ગંભીર પ્રકારનો સાઇબર ક્રાઇમ છે, જેથી તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, વલણ ગામમાં રહેતો યુવાન પરિણીત છે, એટલું જ નહી તેને 7 વર્ષની બાળકી પણ છે. આ બનાવના પગલે વલણ પંથકમાં હલચલ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...