તપાસ:ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસ: ગ્રૂપ એડમિન અને વીડિયો જોનારાની તપાસ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સદ્દામ શેખનો ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલાયો

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 15 વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરનારા ફતેપુરાના સદ્દામ શેખને શહેર સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી આઇટી એક્ટ 67(બી) હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સદ્દામનો ફોન જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલ્યો હતો. આ વીડિયો જોનારા લોકો તથા ગ્રૂપના એડમિનની ભૂમિકાની પણ તપાસ શરૂ કરાઈ હતી.

શહેર સાઇબર ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું કે, વડોદરાને લગતી ટીપલાઇનની સીડી તાજેતરમાં સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ માટે મોકલાઇ હતી. જેની તપાસ કરાતાં કુલ 15 ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતી ટીપલાઇનો હતી. જેમાં એક ટીપલાઇનની તપાસ કરાતાં ફતેપુરાના ભાંડવાડામાં રહેતા સદ્દામ ઇબ્રાહીમ શેખના 2 સિમકાર્ડ હોવાનું અને આ ફોન પરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરાયો હોવાનું જણાયું હતું.

જેથી પોલીસે સદ્દામને પોલીસ સ્ટેશનમાં બોલાવી ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો અપલોડ, ડાઉનલોડ અને શેર કરે છે, તેવો સવાલ કરતાં તેણે જણાવ્યું કે, તેના સોશિયલ મીડિયા ગ્રૂપમાં આવા વીડિયો આવે છે, પરંતુ તેણે વીડિયો ડિલીટ કરી દીધા છે. પોલીસે તેનો મોબાઇલ જપ્ત કરી ડેટા બેકઅપની તપાસ કરતાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા 13 વીડિયો મળ્યા હતા. પોલીસે ફોન એફએસએલમાં મોકલ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, જે ગ્રૂપમાં આ વીડિયો આવ્યા હતા તે કોણે કોણે જોયા હતા અને તે ગ્રૂપના એડમિન કોણ છે તે સહિતના મુદ્દા પર પણ તપાસ શરૂ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...