તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દયી માતા-પિતા:વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત નવજાતને છોડીને માતા-પિતા ફરાર, પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત નવજાતને શિશુને છોડીને માતા-પિતા ફરાર થઇ ગયા છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
સયાજી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત નવજાતને શિશુને છોડીને માતા-પિતા ફરાર થઇ ગયા છે(પ્રતિકાત્મક તસવીર)
  • પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડના તબીબ દ્વારા પોલીસને પણ જાણ કરાઇ

છોટાઉદેપુર જિલ્લાના ઓરવાડા ગામની મહિલાએ જબુગામ આરોગ્ય કેન્દ્રમાં નવજાત શિશુને જન્મ આપ્યો હતો, ત્યાર બાદ મા અને શિશુ બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી માતા અને પિતા ફરાર થઈ જતા પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નવજાત શિશુને પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડમાં દાખલ કરાયુ હતુ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરવાડા ગામમાં રહેતા સુમિત્રાબેન મહિપતભાઈ બારીયાને દુઃખાવો ઉપડતા 5 મેના રોજ જબુગામ આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં સુમિત્રાબેને એક બાળકને જન્મ આપ્યો હતો. આરોગ્ય કેન્દ્રની પરંપરા મુજબ મા અને દીકરાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબોએ બંનેને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરર્યાં હતા. જ્યાં શિશુને પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી સુમિત્રાબેન અને મહિપતભાઈ ચિંતિત હતા.

શિશુને પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું
શિશુને પીડિયાટ્રીક વિભાગના જીએમએમસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યું હતું

બાળકને ત્યજી જનારી નિર્દયી માતા પર ફિટકારની લાગણી
માતા સુમિત્રાબેનની પણ કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગઇકાલે ગુરૂવારે 11 વાગ્યે 7 દિવસના બાળકને ત્યજીને માતા અને પિતા બંને ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ નર્સિંગ સ્ટાફ અને અન્ય બાળકોની માતાને થતાં દેવના દીધેલને ત્યજી જનારી નિર્દયી માતા પર ફિટકારની લાગણી વરસાવી હતી. આ અંગે વોર્ડના તબીબ દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.