રોગચાળો:ચિકનગુનિયાનો વાવર યથાવત્, વધુ 22 કેસ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ડેન્ગ્યૂના માત્ર 4 નવા કેસ
  • પાલિકાની 179 ટીમનું ચેકિંગ, 1 સાઇટને નોટિસ

શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે શહેરમાં ડેન્ગ્યૂના માત્ર 4 કેસ નોંધાયા હતા, જ્યારે ચિકનગુનિયાના 22 નવા દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં એસએસજીમાં 18 કેસ નોંધાયા હતા. બીજી તરફ તાવના 609 અને ઝાડા-ઊલટીના 30 કેસ નોંધાયા છે.

મંગળવારે શંકાસ્પદ ડેન્ગ્યૂના 77 નમૂનામાંથી 4 પોઝિટિવ નોંધાયા હતા. જેથી કુલ આંક 2291 થયો છે. જ્યારે શંકાસ્પદ ચિકનગુનિયાના 63 નમૂનામાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયાના કુલ કેસ વધીને 1392 થયા છે. તદુપરાંત ઝાડા-ઊલટીના 30 કેસ નોંધાયા હતા. મચ્છરના કારણે 478 લોકોએ તાવની ફરિયાદ કરી છે. જ્યારે પાણીજન્ય રોગોના કારણે 131 લોકોને તાવની ફરિયાદ મળી હતી. પાલિકાની 179 ટીમોએ 23 કન્સ્ટ્રક્શન સાઈટ અને 1 હોસ્ટેલ અને સ્કૂલમાં ચકાસણી કરી 1 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપી હતી. એસએસજીમાં 59 નમૂનામાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 70 નમૂનામાંથી 18ને ચિકનગુનિયા હોવાનું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...