તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લા કલેકટર કદવાલ CHC અને ડુંગરવાંટ PHCની ઓચિંતી મુલાકાતે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે ડુંગરવાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી તે વેળાની તસવીર. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે ડુંગરવાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી તે વેળાની તસવીર.
  • રસીકરણ વિશે માહિતી મેળવી, હેલ્થ તથા આશા વર્કર બહેનો સાથે મીટિંગ યોજી

પાવીજેતપુર તાલુકામાં આવેલા કદવાલ CHC અને ડુંગરવાંટ PHCમાં 3 જુલાઈનાં રોજ નવ નિયુક્ત છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હાલમાં ચાલી રહેલા કોરાના રસીકરણ વિશે માહિતી મેળવી વિસ્તૃત ચર્ચા કરી હતી અને કદવાલ વિસ્તારમાં આવેલા આસપાસનાં તમામ પી.એચ.સીઓમાં ચાલી રહેલા રસીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી તમામ કર્મચારીઓને રસીકરણ વિશે માર્ગદર્શન આપી વધારેને વધારે લોકો કોરોના રસી મુકાવે તેવી સલાહ સુચન કરવામાં આવ્યું હતું

પાવીજેતપુર તાલુકામાં બે CHC અને 10 જેટલા PHC આવેલા છે, જેમાં કદવાલ CHC અને ડુંગરવાંટ PHCમાં જિલ્લા કલેકટરની મુલાકાત દરમિયાન નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર સુકેશા રાઠવા તથા ડોક્ટર અને હેલ્થ વર્કર સાથે હાજર રહ્યા હતા અને ડુંગરવાટ PHC ખાતે તમામ હેલ્થ વર્કર તથા આશા વર્કર બહેનો સાથે મિટિંગ યોજી કોરોના રસીકરણ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...