છોટાઉદેપુરના જિલ્લા ભાજપા મહામંત્રીનું રાજીનામું:બે હોદ્દા ધરાવતા હોવાની વાત સામે આવતા કાર્યવાહી કરી, CR પાટીલને પત્ર લખી વાત નકારી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલ - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલ

ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે વન ડે વન ડીસ્ટ્રીક અભિયાન શરૂ કરવામા આવ્યું છે.ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલ (વડેલી) નું રાજીનામું લઇ લેતાં છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રાજીનામું આપનાર મહામંત્રીએ પ્રદેશ ભાજપા પ્રમુખને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારી પાસે બે હોદ્દા નથી.

બે હોદ્દા ધરાવતા હોવાની જાણ થતાં પ્રદેશ પ્રમુખે રાજીનામું આપવા માટે જણાવ્યું
પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા અગાઉ જે સભ્યો પાસે એકથી વધારે હોદ્દા હતા તેઓ પાસેથી રાજીનામા લઈ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા કેટલાક ધારાસભ્યોનો પણ સમાવેશ થયો હતો. અને આ કાર્યવાહી દરમિયાન જે સભ્યો પાસે બે હોદ્દાઓ હતા તેઓ પાસેથી રાજીનામા લેવાની કાર્યવાહી હજુ પણ યથાવત રાખવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહામંત્રી રાજેશ પટેલ (વડેલી) બે હોદ્દા ધરાવતા હોવાની માહિતી ભાજપા પ્રદેશ પાસે પહોંચતા તેઓએ તેમનું રાજીનામું માંગી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

રાજેશ પટેલ 1989માં ભાજપાના કાર્યકર તરીકે જોડાયા હતા
છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી રાજેશ પટેલે ( વડેલી) ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામા માટે આપેલા પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ હું આપણે ગાધીનગરમાં આપણા નિવાસસ્થાને મુલાકાત થઇ હતી. જેમાં આપે મને છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી પદેથી રાજીનામું આપી દેવા માટે મૌખિક સુચના આપી હતી. મારી પાસે બે હોદ્દા નથી. અને હું 1989થી ભાજપાનો કાર્યકર છું. અને તાલુકા પ્રમુખથી લઇ મહામંત્રી પદ સુધી મેં હોદ્દા સંભાળેલા છે અને પક્ષ માટેની કામગીરી કરી છે. ઉપરાંત ભાજપા દ્વારા મને વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ પદ માટેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. જે મેં સુપેરે નિભાવી હતી.

ઉલ્લેખનિય છે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આયોજીત પેજ સમિતીના કાર્યકરોના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યકરોને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પેજ સમિતીની કામગીરીની માહિતી આપી હતી. તા. 25 મેના રોજ તેઓ વન ડે વન ડિસ્ટ્રીક્ટ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરનાર છે.

અન્ય સમાચારો પણ છે...