તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામૂહિક છઠ પૂજા નહીં:વડોદરામાં આ વર્ષે છઠ પૂજાની ઊજવણી ઘરમાં જ થશે, સામૂહિક કાર્યક્રમ રદ્દ, મનપાની મંજૂરી ન મળી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને છઠ પૂજાનું સામૂહિક આયોજન સર્વ સંમતિથી  મુલવતી રાખવાનો નિર્ણય - Divya Bhaskar
પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને છઠ પૂજાનું સામૂહિક આયોજન સર્વ સંમતિથી મુલવતી રાખવાનો નિર્ણય

વડોદરા શહેરમાં દર વર્ષ છઠ પૂજાની ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ, આ વર્ષે કોરોના મહામારીના પગલે સાવચેતીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છઠપૂજાની જાહેરમાં ઉજવણી તેમજ કાર્યક્રમો ન કરવા અપીલ કરવામાં આવી છે.

ઉત્તર ભારતીય પરિવારોએ છઠ પૂજાની ઘરબેઠા ઉજવણી કરવાનું નક્કી કર્યુ
છઠ પૂજાનું વિશેષ મહત્વ છે. ઉત્તર ભારતમાં દિવાળી જેટલું જ મહત્વ છઠ પૂજાનું હોય છે. આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરૂષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સૂર્યની પૂજા કરે છે. વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમુદાય વસે છે અને ઉત્તર ભારતીય સમાજ રંગેચંગે છઠ પૂજાની ઊજવણી કરે છે. મહીસાગર નદીના કિનારે, બાજવા-કરોડિયા રોડ પર આવેલા તળાવ કિનારે ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે, આ વર્ષે સ્થિતિ જુદી છે. કોરોના મહામારી અને તેના સંભવિત જોખમોને જોતા 200થી વધુ વ્યક્તિને જાહેરમાં એકઠા થવાની છૂટ નથી. દરમિયાન તમામ સ્થિતિને જોતા વડોદરાના મોટાભાગના ઉત્તર ભારતીય પરિવારોએ છઠ પૂજાની ઘરબેઠા ઉજવણી કરવાનું નક્કી કર્યુ છે. સવારે અને સાંજે દરેક પરિવાર પોતાના ઘરમાં જ પૂજા કરીને વ્રત સમાપ્ત કરશે. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરમાં છઠ પૂજાની ઉજવણી રદ્દ કરવામાં આવી છે.

લોકો ઘરે છઠ પૂજા કરે તે માટે જનજાગૃતિ માટે પ્રયાસો થઇ રહ્યા છે
આ ઉપરાંત હિન્દી વિકાસ મંચ, બિહાર સાંસ્કૃતિક મંડલ, પૂર્વાંચલ લોકહિત મંડલ, મહાછઠ મંડલ, સાર્વજનિક છઠ મંડલ, મૈથિલ સાંસ્કૃતિક સંઘ દ્વારા લોકો ઘરે છઠ પૂજા કરે તે માટે જનજાગૃતિ માટે પ્રયાસો થઇ રહ્યા છે.

સર્વ સંમતિથી સામૂહિક આયોજન મુલવતી રાખવાનો નિર્ણય કર્યો
હિન્દી વિકાસ મંચના જીતેન્દ્ર રાયે જણાવ્યું હતું કે, વડોદરામાં બાપોદ, કમલાનગર, હરણી, કરોડીયા, કપુરાઇ તળાવ પર દર વર્ષે છઠ પૂજા થાય છે, જોકે આ વર્ષે કોરોનાના કારણે બધા આયોજન સમિતિના લોકો અસમંજસમાં હતા, તે દરમિયાન છઠ પૂજાના આગેવાનો દ્વારા માર્ગદર્શન માટે પોલીસ કમિશનર સાથે મુલાકાત કરીને સામૂહિક આયોજન સર્વ સંમતિથી મુલવતી રાખવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો