તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેમિકલ વેસ્ટ ઇંટોના ભઠ્ઠામાં વાપર્યું વધ્યું તો ખાડો ખોદી જોખમી નિકાલ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભઠ્ઠામાંથી પકડાયેલાં કેમિકલ બેરલ. - Divya Bhaskar
ભઠ્ઠામાંથી પકડાયેલાં કેમિકલ બેરલ.
  • પાદરાના કણજટમાં એસઓજીનો દરોડો, પાનોલીની પ્રોલાઇફ કંપનીની સંડોવણી
  • ભઠ્ઠા માલિક સહિત 6 સામે ગુનો, 13.21 લાખનો મુદ્દામાલ કબજે

પાદરાના કણજટ ગામની સીમમાં ભઠ્ઠામાં ઈંટો પકાવવા કેમિકલનો ઉપયોગ કરાતાં એસઓજીએ કેમિકલનાં 181 બેરલ કબજે કર્યાં હતાં. કેમિકલ પાનોલી સ્થિત પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિ.માંથી આવ્યું હોવાની જાણ થતાં પોલીસે કંપની અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.

એસઓજીના પીઆઈ એ.એ. દેસાઈના જણાવ્યા અનુસાર એસઓજીને બાતમી મળી હતી કે, વડુના કણજટ ગામની સીમમાં ઘનશ્યામ ચીમનભાઈ પટેલના એસબીજી ભઠ્ઠામાં ઈંટો પકવવા બળતણ માટે કેમિકલ વેસ્ટ ભરેલાં બેરલ મગાવ્યાં છે. જેથી પોલીસે ઈંટોના ભઠ્ઠામાં દરોડો પાડતાં ભઠ્ઠાનો માલિક ઘનશ્યામ પટેલ, ટ્રક ડ્રાઈવર મણીલાલ પટેલ અને ક્લીનર ભાવેશ ઠાકોર મળ્યા હતા. પોલીસે તપાસ કરતાં વેસ્ટ કેમિકલ ભરેલાં 181 બેરલ મળ્યાં હતાં. જ્યારે ભઠ્ઠાના માલિકે એક કિમી દૂર સીમમાં 200 ફૂટ ઘેરાવનો અને 40 ફૂટ ઊંડો ખાડો ખોદી તેમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કર્યો હોવાનું બહાર આવ્યું હતું.

એસઓજી 181 બેરલ અને 2 ટ્રક મળી રૂા.13.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં કેમિકલનો જથ્થો સગીર પઠાણે પાનોલીની પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપનીમાંથી મગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. એસઓજીએ ભઠ્ઠા માલિક ઘનશ્યામ પટેલ (પટેલ વાડી, ગજેરા), ડ્રાઈવર મણીલાલ પટેલ (ઉંઝા), ભાવેશ ઠાકોર (ઉંઝા), સગીર પઠાણ, પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિથી વેસ્ટ કેમિકલ ભરાવનાર શખ્સ અને પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના અધિકારીઓ સામે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...