તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વડોદરાની ગોત્રી અને સયાજી સહિત 10 હોસ્પિટલમાં ફૂડ વિભાગનું ચેકિંગ, સ્વચ્છતાનો અભાવ જોવા મળતા શિડ્યુલ-4ની નોટિસો ફટકારી

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફૂડ વિભાગની ટીમે હોસ્પિટલોની કેન્ટીનોમંથી નમૂના લીધા હતા - Divya Bhaskar
ફૂડ વિભાગની ટીમે હોસ્પિટલોની કેન્ટીનોમંથી નમૂના લીધા હતા
  • પાલિકાના ફૂડ વિભાગે હોસ્પિટલોમાંથી નમૂના લઇને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા
  • સયાજી હોસ્પિટલની કેન્ટીનમાંથી મળેલી ફરિયાદો બાદ ચેકિંગ હાથ ધરાયું

વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નરહરી હોસ્પિટલ સહિત 10 હોસ્પિટલોની કેન્ટીનોમાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખાએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન કેન્ટીનોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને પગલે કેન્ટીન સંચાલકોને શિડ્યુલ-4ની નોટિસ આપવામાં આવી હતી.

તમામ હોસ્પિટલમોમાંથી ખાદ્ય પ્રદાર્થોના નમૂના લઇને લેબમાં મોકલાયા
વડોદરા શહેરમાં ચિંતાજનક કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ગુણવત્તા યુક્ત ચિજવસ્તુઓ મળતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જે ફરિયાદોને લઇ આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ દરોડો પાડ્યો હતો અને ચેકિંગ હાથ ધર્યું હતું. અને સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવેલી શ્રી રાધિકા રેસ્ટોરન્ટમાંથી ધાણા પાઉડર, મરચા પાઉડર, ચોખાના નમૂના લીધા હતા. સયાજી હોસ્પિટલમાં આવેલા પૃથ્વી કેટરર્સમાંથી હળદળ અને મરચાના નમૂના લીધા હતા અને નરહરી હોસ્પિટલમાં આવેલી સાઉથ બેન્ગલ હોસ્પિટાલિટી સર્વિસમાંથી લોટ અને તુરીયાના શાકના નમૂના લીધા હતા. કેન્ટીનમાંથી વિવિધ ખાદ્ય ચિજવસ્તુઓના નમૂના લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

સ્વચ્છતાનો અભાવ જોવા મળતા શિડ્યુલ-4ની નોટિસો ફટકારી
સ્વચ્છતાનો અભાવ જોવા મળતા શિડ્યુલ-4ની નોટિસો ફટકારી

કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો મળીને કુલ 10 હોસ્પિટલોમાં ચેકિંગ કરાયું
સયાજી હોસ્પિટલમાંથી ઉઠેલી ફરિયાદો બાદ આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે ગોત્રી હોસ્પિટલ સહિત શહેરની કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોમાં તપાસ કરવા સૂચના આપી હતી. જેને પગલે ફૂડ શાખાની 4 ટીમો બનાવીને આજે ગોત્રી હોસ્પિટલ સહિત કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો મળી કુલ 10 હોસ્પિટલોમાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું.

કેન્ટીન સંચાલકોને શિડ્યુલ-4 મુજબ નોટિસ આપવામાં આવી
ફૂડ શાખાની ટીમોની તપાસમાં મોટા ભાગની કેન્ટીનોમાં સ્વચ્છતાનો અભાવ જણાઇ આવ્યો હતો. જેના પગલે કેન્ટીન સંચાલકોને શિડ્યુલ-4 મુજબ નોટિસ આપવામાં આવી હતી અને કેન્ટીન સંચાલકોને સ્વચ્છતા જાળવવા કડક તાકિદ કરી હતી. આ ઉપરાંત ટીમો દ્વારા કેન્ટીન સંચાલકો દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં. તે અંગે ખાસ તપાસ કરવામાં આવી હતી. આ સાથે કેન્ટીનમાં બનાવવામાં આવતી વિવિધ ચિજવસ્તુઓ તેમજ તૈયાર મળતી વિવિધ ચિજવસ્તુઓના નમૂના લઇને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

તમામ કેન્ટીનોમાં સમયાંતરે તપાસ ચાલુ રહેશે
તમામ કેન્ટીનોમાં સમયાંતરે તપાસ ચાલુ રહેશે

કેન્ટીનમાં ગ્રાહકો અને સંચાલકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે કે નહીં તેની ચકાસણી કરી
આ ઉપરાંત ફૂડ શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા કેન્ટીનનું લાઇસન્સ છે કે નહીં, રસોડામાં રહેલા ફૂડની ક્વોલિટી અંગે ચકાસણી કરવામાં આવી હતી. તેમજ કેન્ટીનમાં ગ્રાહકો તથા સંચાલકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે છે કે કેમ તે બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી.

હોસ્પિટલના કેન્ટીન સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની સારવાર કરતી સરકારી, ખાનગી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં કેન્ટીન હશે તે તમામ કેન્ટીનોમાં સમયાંતરે તપાસ ચાલુ રહેશે અને જે હોસ્પિટલોમાં કોવિડ-19ના નિયમોનું પાલન કરવામાં આવે નહીં તે હોસ્પિટલ સ્થિત કેન્ટીન સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...