તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખંડેરાવ માર્કેટ પાછળ ફૂડ વિભાગનું ચેકિંગ,160 કિલો અખાદ્ય ફળનો નાશ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય ફળનો નાશ કરાયો હતો. - Divya Bhaskar
ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય ફળનો નાશ કરાયો હતો.
  • ફ્રૂટ પકવવા માટે કાર્બાઇડની પડીકીના ઉપયોગ અંગે પણ તપાસ

ફૂડ શાખાએ ખંડેરાવ માર્કેટ પાછળની દુકાનોમાં સપાટો બોલાવી ખાવાલાયક ન હોય તેવા 160 કિલો જેટલાં કેરી સહિતના ફ્રૂટનો નાશ કર્યો હતો. ઉનાળા અને કોરોનાને ધ્યાને રાખી કેરીનું વધુ વેચાણ થતું હોવાથી લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખી ઓચિંતું ચેકિંગ કરાયું હતું. ખોરાક શાખાનાં વડા ડો.મુકેશ વૈદ્ય દ્વારા ફૂડ સેફટી ઓફિસરોની 2 ટીમ બનાવી 10 અને 11 મે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને સઘન ચેકીંગ હાથ ધર્યું હતંુ. જેમાં મોસંબી, દાડમ, પપૈયું, ચીકુ સહિતના 160 કિલો અખાદ્ય ફ્રૂટનો નાશ કર્યો હતો. જોકે આ દરોડા દરમિયાન કેલ્શિયમ કાર્બાઇડની પડીકીઓ મળી આવી ન હતી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા તથા કોરોનાના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...