દરોડા:નશીલા પદાર્થ શોધવા 70થી વધુ ગલ્લા પર ચેકિંગ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાનના ગલ્લાઓ પર નશીલા પદાર્થો મળે છે, તેવી રજૂઆત મળ્યા બાદ એક્શન

શહેરના વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર પણ ગાંજા સહિતના નશીલા પદાર્થો મળે છે, તેવી રજૂઆત થઈ હતી. જેને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે પાનના ગલ્લાઓ ખાતે તપાસ હાથ ધરી હતી. જોકે કોઈ પણ ગલ્લેથી નશીલા પદાર્થનો જથ્થો મળ્યો ન હતો.પોલીસને બાતમીઓ મળી રહી હતી કે, રાત્રીના સમયમાં લારી-ગલ્લા પર યુવક-યુવતીઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે અને પાનના ગલ્લા પર પણ ગાંજા સહિતના નશીલા પદાર્થો આસાનીથી મળે છે. જેના પગલે 4 દિવસથી પોલીસ વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લાં ખાતે તપાસ હાથ ધરી રહી છે.

ગુરુવારે પોલીસે સયાજીગંજ ઉપરાંત પાણીગેટમાં 50થી વધુ, નવાપુરામાં 10થી વધુ અને કારેલીબાગમાં 18થી વધુ સ્થળે પોલીસે સર્ચિંગ હાથ ધર્યું હતું.પાણીગેટમાં શાસ્ત્રી બાગ ચાર રસ્તાથી લઈને કલાદર્શન ચાર રસ્તા, ઉમા ચાર રસ્તાથી લઈને સુલેમાની ચાલ સુધીના તમામ લારી-ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે પોલીસને કંઈ મળી આવ્યું નહોતું.

જોકે બુધવારે પીસીબીએ એક દુકાનમાંથી 62 હજારની ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નવાપુરા વિસ્તારમાં પણ વિવિધ દુકાન-ગલ્લાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં પણ લારી-ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારેલીબાગમાં 11 લારી-ગલ્લા, 7 ચાની લારી ચેક કરવામાં આવી હતી. જેમાં 5 હિસ્ટ્રીશિટર, 3 ગંભીર ગુનાહીત ઈતિહાસ ધરાવતા લોકોની તપાસ કરી હતી અને 7 જગ્યાએ પ્રોહિબિશનના દરોડા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...