તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સાદા ડ્રેસમાં ચેકિંગ: માસ્ક વગરના 1,353 પકડાયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઇ માસ્ક સરખો કરનાર સલવાયા
  • રવિવારે પોલીસે રૂા. 13.53 લાખનો દંડ વસૂલ્યો

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માસ્ક વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસૂલવાનું તંત્ર દ્વારા શરૂ કરાયું છે. વીકએન્ડમાં રવિવારે પોલીસે વધુ કડકાઇ દાખવી માસ્ક વગર નીકળેલા વધુ 1353 લોકોને ઝડપી તેમની પાસેથી રૂા.13.53 લાખનો દંડ વસૂલ કરાયો હતો. જ્યારે રવિવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રખડવા નીકળેલા 9 લોકો સામે જાહેરનામા ભંગના 8 ગુના નોંધ્યા હતા. દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારમાં પોલીસની ટીમોએ માસ્ક વગર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી.

પોલીસને દૂરથી જોઇને લોકો માસ્ક ઉતાર્યો હોય તો પહેરી લે છે. જેથી ચાર દરવાજા વિસ્તારમાં પાલીકા અને પોલીસની ટીમોએ સાદા વેશમાં ફરીને માસ્ક વગરના લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવાનું શરુ કર્યું હતું. જો કે કેટલાક વેપારીઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. માંડવી પાસે દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે તેમણે રુમાલ મોંઢા પર બાંધેલો હતો અને સહેજ નીચે સરકેલો હતો અને તે સમયે તે ગ્રાહક સાથે વાત કરતા હતા ત્યારેજ સાદા વેશમાં રહેલી પોલીસે તેમનો ફોટો પાડી લીધો હતો અને તેમની પાસેથી 1 હજાર વસુલ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો