તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:3 દિવસમાં 80 હોસ્પિટલમાં ફાયર NOC અંગે ચેકિંગ, આગ ન લાગે તે માટેની તકેદારી રાખવા સૂચના

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભરૂચમાં 18નાં મોત બાદ ફાયરબ્રિગેડ દોડતું થયું

ભરૂચની હોસ્પિટલમાં શુક્રવારે લાગેલી આગમાં 18 લોકોનાં મોત થતાં વડોદરા ફાયરબ્રિગેડ ફરી એક વખત દોડતું થયું છે. મ્યુ. કમિશનર દ્વારા ફાયરબ્રિગેડ અને આરોગ્ય વિભાગની સંયુક્ત મિટિંગમાં થયેલા આદેશ બાદ 3 દિવસમાં 80 હોસ્પિટલનું ચેકિંગ હાથ ધરાયું છે. એનઓસી વગરની હોસ્પિટલોને સૂચન કરી આગ ન લાગે તે માટે તકેદારી અને આગ લાગે તો શું કરવું તેની સમજ અપાઈ હતી.ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવ્યા મુજબ 4 દિવસથી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.

જોકે આ સતત ચાલતી પ્રક્રિયાના ભાગરૂપે છે. શહેરમાં કોરોનાની 260 પૈકી 80 હોસ્પિટલની ચકાસણી સોમવાર સુધીમાં કરાઈ છે. હોસ્પિટલોમાં અડચણરૂપ સાધન ખસેડવા તેમજ વેન્ટિલેશન અંગેનાં સૂચન સાથે આગ લાગવાની ઘટનામાં સ્ટાફ દ્વારા પ્રાથમિક કઈ કામગીરી હાથ ધરવી તેની સમજ અપાઈ છે. હાલ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા પણ હોસ્પિટલોને સહયોગ અપાઈ રહ્યો છે. હજુ ચેકિંગ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો