કોરોના ઇફેક્ટ:જે સુવિધા જણાવાઇ હોય તે કોન્ટ્રાક્ટ પેપરમાં ચકાસો, રેરા રજિસ્ટ્રેશન ચેક કરો, જાતે પ્રોજેક્ટ વિઝિટ કરો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટ-6 ‌- ઘર ખરીદતી વખતે સુવિધાઓ અંગેના બિલ્ડરના દાવા કેવી રીતે ચકાસશો?
  • કોવિડ-19 પછીની જિંદગી ‌- પોતાનું ઘર તો પોતાનું જ હોય છે

પોતાનાં સપનાંનું ઘર ખરીદતાં પહેલાં આમ આદમી ઇચ્છતો હોય છે કે તે યોગ્ય સંપત્તિ ખરીદે. તે જ્યાં ઘર લે ત્યાં પાર્કિંગ, બાળકો માટે રમવાની જગ્યા, પાર્ક, ક્લબહાઉસ, પૂજાઘર તથા અન્ય સુવિધાઓ હોય. બિલ્ડરો મોટા હાઉસિંગ પ્રોજેક્ટમાં તો આ બધી સુવિધાઓ પહેલેથી આપતા જ હતા પણ હવે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ આ સુવિધાઓ આપે છે.

ઘણી વાર એવી ફરિયાદો પણ સાંભળવા મળે છે કે બિલ્ડર ગ્રાહકોને ઘર/ફ્લેટ વેચતી વખતે બ્રોશરમાં તો ઘણી સુવિધાઓ બતાવે છે પણ વાસ્તવમાં ત્યાં તે બધી જ સુવિધાઓ હોતી નથી. તેથી ગ્રાહકોએ બિલ્ડરનો દરેક દાવો સાવધાનીપૂર્વક ચકાસવો જોઇએ. બેંગલુરુ સ્થિત પૂર્વાંકરાના એમડી આશિષ આર. પૂર્વાંકરા કહે છે કે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં પણ ક્લબહાઉસ, સ્વિમિંગ પૂલ, જિમ, બાળકો માટે રમવાની જગ્યા, ગાર્ડન વગેરે સુવિધાઓ બિલ્ડર્સ આપી રહ્યા છે, જેથી ઘર ખરીદનારાઓને સારી ક્વોલિટી આૅફ લાઇફ મળી શકે.

બિલ્ડરના દાવા ચકાસવા માટે ગ્રાહકો પાસે આ 4 રસ્તા છે

1) જાતે પ્રોજેક્ટની વિઝિટ કરો
તમે જાતે જે-તે પ્રોજેક્ટની વિઝિટ કરીને જુઓ. એજન્ટની કે બીજા કોઇની વાત પર વિશ્વાસ ન કરો. સાઇટ જોવા જતાં પહેલાં પ્રોજેક્ટની વેબસાઇટ પર જઇને પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો, લેઆઉટ પ્લાન વગેરે જોઇ શકાય છે. કેટલીક પ્રોપર્ટી વેબસાઇટ્સ પર પણ પ્રોજેક્ટ ડીટેલ્સ અપાય છે, જ્યાંથી પણ ગ્રાહક ઇચ્છે તો ચેક કરી શકે છે.

2) ટ્રેકરેકોર્ડ જુઓ
ઇન્વેસ્ટર્સ ક્લિનિકના કો-ફાઉન્ડર સન્ની કાત્યાલ કહે છે કે જો તમે નિર્માણાધીન પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો માત્ર દાવાઓ પર ભરોસો ન કરો. બિલ્ડરની ક્ષમતા અને સંસાધનો પર ઘણું બધું નિર્ભર કરે છે. કોઇ પણ પ્રોજેક્ટને રેરા રજિસ્ટ્રેશન, ગ્રાઉન્ડ રિપોર્ટ, ટ્રેકરેકોર્ડ, ક્વોલિટી સર્ટિફિકેટ, રિયલ્ટી રેટિંગ અને નાણાકીય સ્થિરતાના માધ્યમથી જોવો જોઇએ.

3) સર્ચ રિપોર્ટ કઢાવી શકો છો
સંપત્તિ જે-તે વ્યક્તિ કે બિલ્ડરની છે કે નહીં તેના પુરાવા ચકાસવા જોઇએ. તે માટે રજિસ્ટ્રાર ઓફિસ/કલેક્ટોરેટમાંથી સર્ચ રિપોર્ટ કઢાવી શકો છો, જેમાં સંપત્તિના માલિકીહક વિશે સ્પષ્ટ લખેલું હોય છે. ત્યાર બાદ નગર નિગમ કે ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી એ જાણવું જોઇએ કે બિલ્ડર પાસે તમામ મંજૂરીઓ છે કે નહીં? જમીનના ઉપયોગમાં પરિવર્તન વગેરેની તપાસ કરવી જોઇએ.

4) એન્કોમ્બ્રેસ સર્ટિફિકેટ માગી શકો છો
રેડી ટુ મૂવ પ્રોપર્ટીના કિસ્સામાં એ જોવું જોઇએ કે અસંગતિ બિલ, પ્રોપર્ટી ટેક્સ તથા વોટર ટેક્સની ચુકવણી કરાઇ છે કે નહીં? એન્કોમ્બ્રેસ સર્ટિફિકેટ માટે પૂછવું પણ મહત્ત્વનું છે. તે પ્રમાણિત કરે છે કે પ્રોપર્ટી પહેલેથી ગિરવે છે કે નહીં?કેટલોગમાં દર્શાવેલી સુવિધાઓ કોન્ટ્રાક્ટમાં પણ હોય તે સુનિશ્ચિત કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...