તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:થાંભલા ગણીને આવો તમારું સોનું ડબલ થઈ જશે કહી પોરના વૃદ્ધ સાથે છેતરપિંડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિના પહેલાં બનેલા બનાવમાં કોસંબાનું દંપતી ઝડપાયું

જિલ્લામાં પોર પંથકમાં 6 માસ પહેલાં સિનિયર સિટીઝનને તમે સ્ટ્રીટ લાઇટના થાંભલા ગણીને આવો ત્યાં સુધી તમારું સોનું ડબલ થઇ જશે, તેમ જણાવી દાગીના અને રોકડ મળી રૂા.41,800ની ઠગાઇ કરાઈ હતી. આ કેસમાં 6 માસથી ફરાર રહેલા સુરતના કોસંબાના દંપતીને જિલ્લા એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું.

પોલીસ અનુસાર 6 માસ પહેલાં પોર ગામમાં પસાર થઇ રહેલા સિનિયર સિટીઝનને મળેલા કેટલાક લોકોએ તમે સ્ટ્રીટ લાઇટના થાંભલા ગણીને આવો, તમારું સોનું ડબલ થઇ જશે, તેવી લાલચ આપી સિનિયર સિટીઝન પાસેના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.41,800ની ઠગાઇ કરી ગઠિયા ભાગી ગયા હતા. આ બનાવમાં સુરતના કામરેજમાં રહેતા ઇકબાલ કમરુદ્દીન શેખ અને સલમા ઇકબાલ શેખની સંડોવણી જણાતાં જિલ્લા એસઓજીની ટીમે બાતમીથી પોર ચોકડી પાસેથી બંનેને ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...