તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં શુક્રવારી બજારમાં મહિલાઓને લોન અપાવવાના બહાને ભેજાબાજે 3 વ્યક્તિના નામે બારોબાર ટુ વ્હીલર વાહન મેળવી છેતરપિંડી આચરી હતી. છેતરપિંડીના ત્રણ મહિના બાદ પણ આરોપીના સગડ મળ્યા નથી, ત્યારે કોયલી ગામમાં સાડી વેચતા ફેરિયાએ વધુ 5 મહિલાઓને રૂપિયા 10 હજારની લોન અપાવવાની લાલચે ફસાવી શો-રૂમમાંથી 5 વાહનો લોન પર મેળવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. નોધનીય છે કે, આ બંને છેતરપિંડીની ઘટનામાં મુશિર નામના શખ્સનો ઉલ્લેખ છે.
લોન અપાવવાના નામે છેતરપિંડી કરી
વડોદરા નજીક કોયલી ગામમાં રહેતા સીતાબેન પરમારનો પરિચય એક વર્ષ અગાઉ મુશિર નામના વ્યક્તિ સાથે થયો હતો. મુશિર ગામે ગામ ફેરી કરીને સાડી વેચતો હતો. તે સમયે મુશિરે સીતાબેનને જણાવ્યું હતું કે હું વાહનના શો-રૂમમાંથી તમને રૂપિયા 10 હજારની લોન અપાવી દઈશ લોન લેવા માટે ઈચ્છુક હોય તેવી અન્ય બીજી 10 મહિલાઓને પણ તૈયાર કરજો. બીજા દિવસે મુશિર સીતાબેન પરમાર અને તેમના વિસ્તારમાં રહેતી અન્ય એક મહિલાને આજવા રોડ ઉપર આવેલા એપલ હોન્ડાના શો-રૂમ ઉપર તથા હરણી રોડ ઉપર આવેલા ટી.વી.એસ. શો-રૂમ ઉપર લઈ ગયો હતો. જ્યાં લોન માટેના ફોર્મ પર સહી કરાવીને બંને મહિલાઓને ઘરે રવાના કરી હતી. ત્યારબાદ બેંકમાં ખાતુ ખોલાવીને એક્ટિવા સાથે ફોટા પડાવીને 5 દિવસમાં ખાતામાં 10 હજાર રૂપિયા જમા થઈ જશે અને દર મહિને એક હજારનો હપ્તો ચૂકવવો પડશે.
પોલીસે ભેજાબાજ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
હપ્તો ચૂકવવાના સમયે સીતાબેનને જાણવા મળ્યું હતું કે, મુશિર લોન અપાવવાના બહાને એક્ટિવા સ્કૂટર ઉપર રૂપિયા 62 હજારની લોન કરાવી એક્ટિવા લઈને ફરાર થઇ ગયો છે. દરમિઆન તેમના ફળિયામાં રહેતા ભાવનાબેન ચૌહાણ, જશોદાબેન વસાવા, રામપુરા ગામમાં રહેતા રાયસીંગભાઈ ગોહિલ તથા ગીતાબેન ટાંટોળના નામે પણ અલગ-અલગ શો-રૂમમાંથી મુશિરે 10 હજારની લોન અપાવવાના બહાને ટુ વ્હીલર વાહન છોડાવી છેતરપિંડી આચરી હોવાની વિગતો સપાટી પર આવી હતી. ફરિયાદના આધારે પોલીસે મુશિર વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
3 મહિના અગાઉ શુક્રવારી બજારમાં મહિલાઓ સાથે છેતરપિંડી કરી હતી
ઉલ્લેખનિય છે કે, 3 મહિના અગાઉ શુક્રવારી બજારમાં કપડાનો પથારો લગાવતી મહિલાઓને મુસીરખાન જહીર પઠાણ નામની વ્યક્તિએ રૂપિયા 5 હજારની લોન અપાવવાની લાલચ બાદ રૂપિયા 1હજારના 6 હપ્તા ચૂકવવા જણાવી લોન મેળવવા તૈયાર થયેલા ત્રણેય લોકોના ડોક્યુમેન્ટ મેળવીને 3 વાહનોની ડિલિવરી મેળવી છેતરપીંડી આચરી હતી.
વધુ ભણેલા ન હોય તેનો ફાયદો ઉઠાવી છેતરપિંડી કરતો હતો
લોનની લાલચમાં આવેલા 5 લોકોને શો-રૂમ ખાતે લઈ જઈ લોનની પ્રોસેસ પૂરી કર્યાં બાદ કંપનીના કર્મચારીઓ સામે કઈ પણ નહીં બોલવાનું જણાવી ગાડી અને પુઠાની ચાવી સાથે ફોટા પડાવીને ભેજાબાજ મુશિરે મળતિયાઓ મારફતે શો-રૂમ પરથી નવી ગાડીઓ રવાના કરી ખેલ પાર પાડયો હતો અને આવતીકાલે તેમના ખાતામાં લોનની રકમ પહોંચી જશે. તેવી ખાતરી આપી હતી. નોંધનીય છે કે, ફરિયાદી અગાઉની જેમ વધુ ભણેલા ન હોય તેનો ફાયદો ઉઠાવી છેતરપિંડીની ઘટનાને અંજામ આપી રહ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.