• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Chartered Accountant Raped A Young Woman After Drinking Caffeine, Then Said: Make The Investor Happy Too, Beat Him Up And Raped Him In Vadodara

દુષ્કર્મ:પાવાગઢ મંદિરના ટ્રસ્ટીનો કોલેજીયન યુવતી પર રેપ, ન્યૂડ ફોટો પણ વાઈરલ કર્યા, દુષ્કર્મીએ ધમકાવતા દિલ્હી પહોંચેલી પીડિતાએ પરત ફરી કેસ કર્યો

વડોદરા4 મહિનો પહેલા
  • મૂળ હરિયાણાના રોહતકની યુવતી વડોદરાના દિવાળીપુરામાં રહીને એલએલબીનો અભ્યાસ કરે છે
  • બંને નરાધમોએ યુવતીને જમીનમાં 50 ટકા ભાગ દેવાની લાલચ આપીને ફરિયાદ ન કરવાની ધમકી આપી

ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મીટિંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે અને બળાત્કાર બાદ યુવતીના ફોટોઝ વાઇરલ કર્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે બંનેએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં યુવતી તાલીમ લઇ રહી હતી
ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, મૂળ હરિયાણાના રોહતકની વતની અને હાલ વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનલ(નામ બદલ્યું છે) શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે. યુવતીનાં માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનિંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે. આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. એ સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ તથા ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મીટિંગ ચાલતી હતી.

(પ્રતીકાત્મક તસવીર)
(પ્રતીકાત્મક તસવીર)

નશાયુક્ત પીણું લાવીને યુવતીને પીવડાવ્યું
એક મહિના પહેલાં અશોક જૈન સોનલના ફ્લેટ નીચે આવ્યો હતો. તેણે સોનલને જણાવ્યું હતું કે ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની છે. સોનલને પોતાની કારમાં વાસણા રોડ પર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં પહેલેથી હાજર રાજુ ભટ્ટ સાથે સોનલ અને અશોક જૈને મીટિંગ કરી હતી અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીનને સેબીમાંથી કેવી રીતે ફ્રી કરવી છે એ અંગે ચર્ચા કરી હતી. દરમિયાન અશોક જૈન રસોડામાં ગયો હતો અને નશાયુક્ત પીણું લાવીને સોનલને પીવડાવ્યું હતું. ત્યાર બાદ અશોક જૈને બે શુદ્ધ થઇ ગયેલી સોનલની શારીરિક છેડછાડ કરી હતી.

CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું
જોકે સોનલે બુમરાણ મચાવતાં અશોક જૈને તેને ઘરે રવાના કરી દીધી હતી. આ ઘટનાના પાંચ દિવસ બાદ અશોક જૈને સોનલને ફોન કરી સહરાની ડીલ કરવાની છે એમ જણાવી તાત્કાલિક ઓફિસે બોલાવી હતી. ત્યારે અશોકે જે કંઈ પણ થયું છે એ ભૂલી જા અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે એમાં જે કંઈપણ ફાયદો થશે એમાં તને 50 ટકા ભાગ આપીશ અને રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે, એમાં CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)
(પ્રતીકાત્મક તસવીર)

ઇન્વેસ્ટરે માર મારીને બળાત્કાર કર્યો
ત્યાર બાદ ત્રણ દિવસ પછી અશોક ફરીથી યુવતીના ઘરે ટિફિન લઇ પહોંચ્યો હતો અને જબરદસ્તી યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેને માર મારી કપડાં ફાડી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત યુવતીને પોતાની હવસનો શિકાર કર્યા બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરી દે એમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે ઇન્વેસ્ટર રાજુ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને તેને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાઇરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી.

નરાધમે કહ્યું: એક ઇન્વેસ્ટર છે, તેને ખુશ દે
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત 14 સપ્ટેમ્બરના રોજ અશોક જૈને સોનલને ફોન કરી ઓફિસ પર બોલાવી હતી અને અન્ય એક ઇન્વેસ્ટર છે, તેને ખુશ કરી દે, જેથી ડીલ થશે એમાંથી 50 ટકા પ્રોફિટ તને આપી દઈશ. ત્યારે આ બાબતે સોનલે ઇનકાર કરી દીધો હતો. અશોકે પોતાના મોબાઈલમાં રહેલા અશોક અને રાજુ સાથેના તેના બીભત્સ ફોટો તેમજ તે પોતાના ફ્લેટમાં કેવી રીતે રહે છે એનું રેકોર્ડિંગ હતું. જો હું કહું છું એમ નહીં કરે તો આ ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

(પ્રતીકાત્મક તસવીર)
(પ્રતીકાત્મક તસવીર)

યુવતીને માર મારી તેના ઘરે છોડી દીધી

ત્યાર બાદ યુવતીને નજીકના અકોટાના રેસ્ટોરાંમાં લઇ ગયો હતો અને ત્યાં પણ યુવતીએ અશોકના કહ્યા મુજબનું કરવાનો ઇનકાર કરતાં તેણે સોનલના બીભત્સ ફોટો સોનલના મિત્રને મોકલી આપ્યા હતા અને કારમાં જ યુવતીને માર મારી તેના ઘરે છોડી દીધી હતી. દરમિયાન સોનલે ઘરે જઇ તપાસ કરતાં એ.સી.ની બાજુમાં લગાવેલા સ્પાઇ કેમેરા લગાવેલા મળી આવ્યા હતા. એ સમયે સોનલનો મિત્ર ઘરે આવ્યો હતો અને તેની સાથે ફોટો અંગે વાત કરતાં સોનલે પોતાની સાથે વીતેલી સમગ્ર ઘટના જણાવી હતી.

દિલ્હી પહોંચ્યા બાદ નરાધમે યુવતીને ધમકાવી
ત્યાર બાદ સોનલ થોડો સામાન લઇ પોતાના વતન રોહતક જવા નીકળી ગઈ હતી. જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે સોનલને ધમકાવી હતી, જેથી સોનલ પરત દિલ્હી ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર, મારઝૂડ અને ધાકધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...