તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજાઇ:હાઇવેના વરસાદી પાણીનો નિકાલ કરવા ચેનલ તૈયાર

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી વોર્ડ 2 અને 9 ની રીવ્યુ બેઠક યોજાઇ
  • ઓપન સ્પોટની સફાઇ કરવા સૂચના અપાઇ

પાલિકાના વહીવટી વોર્ડ 2-9 ની મેયરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. જેમાં હરણી વારસિયા રીંગ રોડથી વાઘોડીયા રોડ સુધીમાં ઓપન સ્પોટ પર સફાઇ ઝુંબેશ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં હાઇ વે ના વરસાદી પાણીનો નિકાલ લાવવા વધુ એક ચેનલ હાઇ વે પર બનાવવામાં આવી છે. જે અંગે પણ ચર્ચા હાથ ધરાઇ હતી.

મેયર કેયુર રોકડીયા દ્વારા વિવિધ વિસ્તારમાં રીવ્યુ બેઠક કરીને અધૂરી કામગીરીની સમીક્ષા સહિત કોઇ કામગીરી થઇ રહી ના હોય તો સંદર્ભે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે બુધવારે વહીવટી વોર્ડ 2-9 ની રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં સ્થાયી ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરો સાથે અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિસ્તારમાં સફાઇ ઝુંબેશની સઘન કરવા તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઓપન સ્પોટ જયાં આવેલા છે ત્યાં સફાઇ કેટલી વાર થાય છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં હાઇ વે પરથી આવતા વરસાદી પાણીના પગલે પાણી ભરાઇ જવાની સ્થિતિનો ઉકેલ લાવવા મ હાઇવેની બીજી બાજુ એપીએમસી માર્કેટથી લઇને એલએન્ડટી સુધી વરસાદી ચેનલ બનાવાઇ છે તે મુદે પણ ચર્ચા કરાઇ હતી. આજવા રોડ પર ડ્રેનજ લાઇનનું મેઇન્ટન્સ કરવામાં આવ્યું હતું જેના કારણે ડ્રેનેજની સફાઇની ફરીયાદો ઓછી થઇ છે.

વોર્ડ 4 ના કાઉન્સિલરને બેઠકની જાણ ન કરાઇ
મેયરે બોલાવેલી સમીક્ષા બેઠકમાં સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. વોર્જ નંબર 4 ના મહિલા કોર્પોરેટર રાખીબેન શાહને બેઠક અંગે જાણ ના હોવાથી તેઓ મોડા પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે બેઠક અંગે તેમને કોઇ જાણ ના હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે બેઠક પૂરી થયા પછી તેઓને બેઠક માટે ફોન આવ્યો હતો જોકે ફોન મીસ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...