તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ:એલાઇમેન્ટ બદલાતા 2 હજાર કરોડનો ફાયદો થવાનો અંદાજ, વડોદરાના 8.2 કિમીના સી-5 પેકેજ માટે ટેન્ડર ઇન્વાઇટ કરાયું

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદથી વાપીનો માર્ગ ખુલ્લો થશે, 48 માસમાં કામ પૂર્ણ થવાનો અંદાજ

બૂલેટ ટ્રેન માટે અમદાવાદથી મુંબઈને બદલે પ્રાથમિક તબક્કે અમદાવાદથી વાપી સુધી ટ્રેન ચલાવવા નિર્ણય કરાયો છે, જે પૈકી શનિવારે છાણીથી મકરપુરા સુધીના 8.2 કિમીના રૂટ તેમજ બૂલેટ ટ્રેન સ્ટેશન, વાયડક્ટ, ક્રોસિંગ બ્રિજ અને ટ્રેક માટે ટેન્ડર ઇન્વાઇટ કરાયું છે, જેને પગલે અમદાવાદથી વાપી સુધીનો બૂલેટ ટ્રેનનો રૂટ ક્લીયર થશે. અમદાવાદથી છાણી અને મકરપુરાથી વાપી સુધીના ટેન્ડર એલએન્ડટીને એલોટ કરાયા છે.

બૂલેટ ટ્રેનનું એલાઈમેન્ટ બદલાતાં 2 હજાર કરોડનો ફાયદો થવાનું અનુમાન છે, 66.6ને બદલે 48 માસમાં કામ પૂર્ણ કરાશે. NHSRCLનાં પીઆરઓ સુષ્મો ગૌરે કહ્યું કે, ટેન્ડર સબમિટ કરવાનો સમય 4 મહિનાનો છે. સ્ક્રૂટિની અને કામ પત્યા બાદ 2021ના અંતમાં ટેન્ડર એલોટ કરાય તેવી શક્યતા છે. એસ્ટિમેટ કોસ્ટ હાલ કહી શકાય તેમ નથી.

વડોદરાની સમસ્યા શું હતી?
વડોદરામાં અગાઉ પ્લેટફોર્મ નંબર 6 પર સ્ટેશન બનનાર હતું. પ્લેટફોર્મ નંબર 7થી લોખંડના મોટા ગડર દ્વારા રેલવે લાઇન ક્રોસ કરી બૂલેટ ટ્રેનની દિશા બદલવાની હતી, જે કાર્યમાં અંદાજે 5 વર્ષ જેટલો સમય લાગે અને એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી મળે ત્યારે કામ કરવાનું હતું, જેને પગલે એલાઈમેન્ટ બદલાયું હતું.

વડોદરામાં શું બદલાવ થયો?
હવે પ્લેટફોર્મ નંબર 7 પર બૂલેટ ટ્રેનનું સ્ટેશન બનશે. અમદાવાદથી મકરપુરા સુધી સીધો જ ટ્રેક પસાર થશે. મકરપુરાથી રેલવેની 2 લાઈન હશે ત્યાં બૂલેટ ટ્રેનની દિશા બદલવામાં આવશે. પાર્કિંગ પણ પ્લેટફોર્મ નંબર 7ની સામેની બાજુ બનાવાશે.

સ્ટેશનની ડિઝાઇનમાં બદલાવ નથી
બૂલેટ ટ્રેન માટે બનનાર સ્ટેશન વડના વૃક્ષના આકારનું હશે. અગાઉ પણ આ જ થીમ ઉપર ડિઝાઈન બની હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રેલવે, વચલા માળે એમિટી અને ત્રીજા માળ પર બૂલેટ ટ્રેન પસાર થશે.

4 મહિના સુધી ટેન્ડર સબમિટ કરાવી શકાશે
ટેન્ડર સબમિટ કરવાનો સમય 4 મહિનાનો છે. ત્યારબાદ સ્ક્રૂટિની અને કામગીરી પત્યા બાદ 2021ના અંતમાં ટેન્ડર એલોટ કરવામાં આવે તેવી શક્યતા છે. એસ્ટિમેટ કોસ્ટ હાલના તબક્કે કહી શકાય તેમ નથી. > સુષ્મા ગૌર, પીઆરઓ , એનએચએસઆરસીએલ

અન્ય સમાચારો પણ છે...