કોરોનાની સાઇડ ઇફેક્ટ:રોગ પ્રતિકારક શક્તિમાં ફેરફાર; ડેન્ગ્યૂમાં ફેફસાંની તકલીફ વધી તો ચિકનગુનિયામાં કિડની અને મગજ પર અસર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દવાઓ લેવા છતાં દર્દીઓમાં ચિકનગુનિયાનો દુ:ખાવો ઓછો થઇ રહ્યો નથી

આ વર્ષે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસો નવેમ્બરની શરૂઆત થઇ ત્યાં સુધી આવી રહ્યા છે. આ રોગોના દર્દીમાં કેટલાક બદલાવ તબીબોએ નોંધ્યા છે. તાવ, ચાઠાં અને કમજોરીનાં પરંપરાગત લક્ષણોની સાથે ડેન્ગ્યૂના દર્દીમાં લીવર પર સોજા અને ફેફસાને પણ ગંભીર રીતે અસર જોવા મળી રહી છે. ફેફસાં પરની અસરને લીધે એક્યૂટ રેસ્પિરેટરી ડેફિશિયન્સી સિન્ડ્રોમની ગંભીર સ્થિતિ જેવા મળે છે.

દર્દીની હાલત કફોડી થતાં વેન્ટિલેટર પર જવું પડે છે. આ બંને રોગોમાં 10 ટકા દર્દીને આ પૈકીનું એક લક્ષણ જોવા મળી રહ્યું છે. જ્યારે ચિકનગુનિયામાં પેશાબની થેલી, લીવરમાં ઇન્ફેક્શન થઇ રહ્યું છે. ઘણાને દવા લેવા છતાં દુ:ખાવો ઓછો થતો નથી. સંક્રમણ વિશેષજ્ઞ ડો.હિતેન કારેલિયાએ જણાવ્યું કે, ‘સંભવત: કોરોના બાદ દવા લીધા પછી રોગપ્રતિકારક શક્તિ જુદી રીતે કામ કરી રહી હોય તેવી શક્યતા છે. ડેન્ગ્યૂમાં 3થી 5 ટકા કેસ એઆરડીએસના છે. 50થી 100 દર્દીને વેન્ટિલેટરની જરૂર પડી હતી.’

ગ્રામ્ય કરતાં શહેરમાં વધુ કેસ
જિલ્લામાં 2019માં 309 ડેન્ગ્યૂના કેસો હતા, જ્યારે 2020માં આ કેસ માંડ 80 નોંધાયા છે. ડેન્ગ્યૂના દર્દી શહેરી વિસ્તારોમાં જ વધુ મળી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ચિકનગુનિયાના કેસ જોવા મળી રહ્યા છે.

ડેન્ગ્યૂ 7, ચિકનગુનિયાના 23 કેસ
મંગળવારે ડેન્ગ્યૂના 7 કેસ, જ્યારે ચિકનગુનિયાના 23 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરના કારણે 338 લોકો બીમાર હોવાનું નોંધાયું છે. તો પાણીજન્ય રોગચાળાને કારણે 91 લોકોને તાવ અને 32 લોકોને ઝાડા-ઊલટી થયા હોવાનું સપાટી પર આવ્યું છે.

બંને રોગનાં લક્ષણમાં આવેલો બદલાવ

પહેલાંહવે
ડેન્ગ્યૂ
ઠંડી સાથે તાવ

કેટલાક કિસ્સામાં ફેફસાને અસર

શરીરે ચાઠાં

યકૃત (લીવર) પર સોજા જેના

કમજોરી લાગવી

લીધે ઉબકા અને પેટમાં દુ:ખાવો, ખેંચ આવવી, લવારી કરવી

ચિકનગુનિયા
ઊઠવા-બેસવામાં

હાથ-પગમાં સતત કળતર

તકલીફમગજમાં સોજો
સાંધામાં દુ:ખાવો

કરોડની ચેતાઓમાં સોજો

સખત તાવ

કિડની-પેશાબની થેલીમાં ઇન્ફેક્શન

અન્ય સમાચારો પણ છે...